Mumbai Rains: મહારાષ્ટ્રમાં આફતનો વરસાદ, મુંબઈની ખતરનાક સ્થિતિ દર્શાવી રહ્યા છે આ VIDEOS

Mumbai Rain Video: મુંબઈમાં જાણે પૂરના પાણી ફરી વળ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા, મુંબઈકરો મુશ્કેલીમાં મૂકાયા

Mumbai Rain Video: મુંબઈમાં જાણે પૂરના પાણી ફરી વળ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા, મુંબઈકરો મુશ્કેલીમાં મૂકાયા

  • Share this:
    મુંબઈ. મહારાષ્ટ્ર (Maharashtra)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ (Rain) આફત બનીને વરસી રહ્યો છે. રસ્તાઓ (Mumbai Waterlogging) પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે તો બીજી તરફ અનેક સ્થળે રેલવે ટ્રેક (Mumbai Local Trains) પાણીમાં ડૂબી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ થતી જોવા મળી રહી છે. માયાનગરી (Mumbai Rains)માં શનિવાર રાતથી જ પડી રહેલા ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે.

    રસ્તાઓ પર ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જાણે શહેરમાં પૂરના પાણી પ્રવેશી ગયા ન હોય! વરસાદને કારણે ચેમ્બૂર (Chembur Wall Collapse)માં દિવાલ પડવાથી 15 લોકોનાં જ્યારે વિક્રોલીમાં 3 લોકોનાં મોત થયા છે. NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

    ગાંધીનગરમાં પાણી ભરાવાથી અવર-જવરમાં તકલીફ

    મહારાષ્ટ્રમાં વરસાદ સતત પડી રહ્યો હોવાના કારણે ગાંધી માર્કેટ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર જળબંબાકારના કારણે વાહન વ્યવહારમાં ઘણી તકલીફ ઊભી થઈ રહી છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા છે, જેના કારણે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે.

    બોરીવલીના પૂર્વ વિસ્તારમાં જોવા મળી પૂરી જેવી સ્થિતિ

    મહારાષ્ટ્રમાં શનિવાર રાતથી જ પડી રહેલા વરસાદને કારણે મુંબઈના બોરીવલી પૂર્વ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રસ્તા પર વરસાદનું પાણી એટલી ઝડપથી વહી રહ્યું છે કે તેને જોઈને કોઈ પણ ડરી જાય. પાણીની સ્પીડ એટલી તેજ છે કે રસ્તા પર ઊભેલા વાહનો તણાઈ ગયા છે.

    આ પણ વાંચો, Mumbai Rains: મુંબઈમાં વરસાદનો કહેર, ચેમ્બૂરમાં દીવાલ પડવાથી 15 લોકોનાં મોત, વિક્રોલીમાં ત્રણે જીવ ગુમાવ્યો

    રસ્તા પર ભરાયા એટલા પાણી કે લોકો તેમાં નહાવા લાગ્યા

    મુંબઈમાં અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઘૂંટણ સુધી ભરાઈ ગયા છે. ઘણા દિવસોથી ગરમી સહન કરી રહેલા લોકોને વરસાદથી રાહત પણ મળી છે. મુંબઈના સાયનમાં પાણી ભરાતા કિંગ સર્કલની વચ્ચે કેટલાક લોકો પાણીમાં મસ્તી કરતા જોવા મળ્યા.

    વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાયા

    સાયન રેલવે સ્ટેશનમાં ટ્રેક પાણીમાં ડૂબી ગયો છે. આવી જ રીતે ચૂનાભટ્ટી રેલવે સ્ટેશનની નજીક ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રેનોને રોકવામાં આવી છે.

    આ પણ વાંચો, Kadambini Ganguly Google Doodle: જાણો કોણ છે કાદમ્બિની ગાંગુલી, જેમના માટે ગૂગલે બનાવ્યું ડૂડલ

    મૂશળધાર વરસાદના કારણે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા

    મૂશળધાર વરસાદને કારણે હનુમાન નગરથી લઈને કાંદીવલી સુધીના વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે લોકોના ઘરોની અંદર સુધી પાણી ઘૂસી ગયા. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published: