મુંબઈ : મૂશળધાર વરસાદનો સામનો કરી રહેલા મુંબઈવાસીઓ માટે હાલ રાહતના સમાચાર નથી આવી રહ્યા. હવામાન વિભાગ (IMD)એ દેશની આર્થિક રાજધાનીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરતાં રૅડ અલર્ટ (Red Alert) જાહેર કર્યુ છે. એવામાં ગુરુવારે મુંબઈ ઉપરાંત થાણે અને કોંકણમાં સ્કૂલ અને કોલેજોને બંધ રાખવાની સૂચના કરવામાં આવી છે. અલર્ટમાં મુંબઈમાં Extremely Heavy Rainની વાત કહેવામાં આવી છે. સાથોસાથ સ્થાનિક પ્રશાસને પણ અલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના સામે તાત્કાલિક પગલાં લઈ શકાય. બીજી તરફ, સપ્ટેમ્બર પહેલા 18 દિવસોમાં જ વરસાદે 65 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. સાંતાક્રૂઝ ઑબ્ઝર્વેટરીએ બુધવાર સુધી મુંબઈમાં 921.3 મિલીમીટર વરસાદ રેકોર્ડ કર્યો છે. જૂનો રેકોર્ડ 920 એમેઅમ (1954)નો હતો.
મુંબઈ માટે રૅડ તો થાણે માટે ઑરેન્જ એલર્ટ
હવામાન વિભાગે મૂશળધાર વરસાદની આગાહી કરતાં મુંબઈ (Mumbai) માટે રૅડ અને થાણે (Thane) માટે ઑરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યુ છે. વિભાગે પાલઘર વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન કર્યુ છે. એવામાં આ વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થવાની સાથે જ વાહન-વ્યવહારને અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગ તરફથી જાહેર નિવેદનમાં આગામી 48 કલાકમાં મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર કોંકણ વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે.
Maharashtra: In view of heavy rainfall forecast, all schools & junior colleges in Mumbai, Thane & Konkan region to remain closed today today, 19 September.
મુંબઈમાં જૂનથી સપ્ટેમ્બર સુધી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની અસર રહે છે. એવામાં ચોમાસાના પ્રભાવના હજુ પણ 12 દિવસનો સમય બાકી છે. નોંધનીય છે કે, ગયા વર્ષે ચોમાસામાં સપ્ટેમ્બરમાં સરેરાશ 73.1 એમેએમ વરસાદ પડ્યો હતો, જ્યારે આ વખતે સપ્ટેમ્બરમાં સરેરાશ 327.1 એમએમ સુધી વરસાદ પડી ચૂક્યો છે. આ આંકડો વર્ષ 1987માં સૌથી વધુ (34.7 એમએમ) રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
India Meteorological Department, Mumbai: Thunderstorm accompanied with intense spells of rain likely to occur in the districts of Thane and Palghar during the next 4 hours. #Maharashtrapic.twitter.com/BHWL43ufCo