ભારે વરસાદથી મુંબઈના લોકોને ઘરમાં જ રહેવાની સલાહ, નેવીએ બચાવકાર્ય શરૂ કર્યું

News18 Gujarati
Updated: July 2, 2019, 11:35 AM IST
ભારે વરસાદથી મુંબઈના લોકોને ઘરમાં જ રહેવાની સલાહ, નેવીએ બચાવકાર્ય શરૂ કર્યું
નેવી લોકોની મદદે પહોંચી.

મુંબઈ એરપોર્ટના મુખ્ય રન વેને બંધ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે 54 ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી છે.

 • Share this:
મુંબઈ : મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે 20થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદને કારણે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન સેવાને ખૂબ માઠી અસર પહોંચી છે. અનેક રેલવે સ્ટેશનો પર પાણી ભરાયા છે. જેના પગલે લાંબાગાળાની ટ્રેનો રદ કરવામાં આવી છે. બીએમસી તરફથી જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગે મુંબઈમાં હજી ભારે વરસાદની આગાહી આપી છે. જોકે, આવું પ્રથમ નથી કે મુંબઈના રસ્તાઓ પર પાણી ભરાયા છે. મુંબઈ માટે આ દર વર્ષની સમસ્યા છે.

વરસાદના 10 અપડેટ :


 1. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તેમજ થાણેમાં આજે રજાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન સ્કૂલો અને કોલેજો બંધ રહેશે. અનેક ખાનગી કંપનીઓએ પણ તેમના કર્મીઓને ઓફિસ ન આવવાની સૂચના આપી છે.

 2. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે મુંબઈની આપતકાલીન સેવા સિવાયની તમામ સરકારી કચેરીઓ મંગળવારે બંધ રહેશે.

 3. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી મહારાષ્ટ્ર સરકારે મુંબઈના લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.
 4. કુર્લા વિસ્તારમાં પાણીને કારણે ફસાયેલા લોકોની મદદ માટે ભારતીય નેવીની ટીમને ઉતારવામાં આવી છે.

 5. મુંબઈ એરપોર્ટના મુખ્ય રન વેને બંધ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે 54 ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી છે.

 6. મંગળવારે હવામાન વિભાગ તરફથી મુંબઈમાં રેડ એલર્ડ જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારે શહેરમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બુધવારે અને ગુરુવારે માટે હવામાન વિભાગ તરફથી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 7. દર વખતે ચોમાસામાં મુંબઈના લોકોએ વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થતાં લોકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે.

 8. કાર્યકરોના કહેવા પ્રમાણે તાજેતરમાં મુંબઈમાં પૂરની સમસ્યા વધી છે તેનું એક કારણ શહેરોમાં થતાં બાંધકામો છે.

 9. શહેરમાં મોટી મોટી બિલ્ડિંગો બનાવવા માટે દરિયાને આગળ વધતો અટકાવવામાં મદદરૂપ થતાં ચેરના છોડનું નીકંદન કાઢવામાં આવી રહ્યું છે.

 10. વિવિધ અભ્યાસના જણાવ્યા પ્રમાણે શહેરોમાં આશરે 40થી 50 ટકા વસ્તી ગીચ કે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહે છે. જેનાથી વરસાદનું પાણી શહેર બહાર કાઢવામાં ખૂબ મુશ્કેલી પડે છે.

First published: July 2, 2019, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading