મુંબઈ પોલીસે લોકોને માસ્ક યોગ્ય રીતે પહેરવાનું કહેવા બનાવી અવનવી સોશિયલ મીડિયા પોસ્ટ

મુંબઈ પોલીસે લોકોને માસ્ક યોગ્ય રીતે પહેરવાનું કહેવા બનાવી અવનવી સોશિયલ મીડિયા પોસ્ટ
મુંબઈ પોલીસ માસ્ક અભિયાન

મુંબઈ પોલીસ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોની ફરિયાદ સરળતાથી દૂર કરે છે. પોલીસ નાગરિકની મદદ કરી રહી છે ને નાગરિક સમક્ષ પોતાની છબી સારી બનાવી રહી

  • Share this:
નવી દિલ્હી :  મુંબઈ પોલીસ (Mumbai Police) સોશ્યલ મીડિયા (Social Media) પર ખૂબ કાર્યરત છે. પરંતુ કેટલાક લોકો હજુ પણ વાસ્તવિક જીવનમાં પોલીસથી ઘભરાઈ રહ્યા છે. મુંબઈ પોલીસ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોની ફરિયાદ સરળતાથી દૂર કરે છે. પોલીસ નાગરિકની મદદ કરી રહી છે ને નાગરિક સમક્ષ પોતાની છબી સારી બનાવી રહી છે.

મુંબઈ પોલીસ લોકો સમક્ષ મહત્વના સંદેશને રજૂ કરવા માટે અવનવી વિશેષ પોસ્ટ બનાવી રહ્યા છે. હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસ વિશે જાગૃતતા લાવવા માટે પોલીસે નાગરિકોને માસ્ક યોગ્ય રીતે પહેરવાની અપીલ કરતી એક વિશેષ પોસ્ટ બનાવી છે.



પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સોશ્યલ મીડિયા પર ચાર ફોટો અપલોડ કરવામાં આવ્યા છે. પ્રથમ ફોટોમાં અંગ્રેજી શબ્દ અને તેનું યોગ્ય ઉચ્ચારણ રજૂ કરવામાં આવ્યું છે. ચોથા ફોટોમાં નાક અને મોઢાને યોગ્ય રીતે ઢાંકીને માસ્ક પહેરવું યોગ્ય રીત છે તે જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો - શનિ-રવિ સ્વયંભૂ બંધ! મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, ભિલોડા સહિત અનેક શહેરોના વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

ઇન્સ્ટાગ્રામ પર મુંબઈ પોલીસના પેજ પર આ પોસ્ટને માત્ર ગણતરીના કલાકમાં 11K લાઈક મળી છે. આ પોસ્ટને કેટલાક ફન્ની રિએક્શન મળ્યા છે અને લોકો આ સોશ્યલ મીડિયા પોસ્ટ બનાવી હોય તેને એવોર્ડ આપવાનું કહી રહ્યા છે.

કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સીનેશન ડ્રાઈવ ચાલી રહી છે. કોરોના વાયરસથી બચવા માટે દરેક COVID-19 પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે અને માસ્ક યોગ્ય રીતે પહેરવું જોઈએ.

આ પણ વાંચો - Corona જેવા રોગથી તમારા પરિવારને બચાવવો હોય તો, આ ખોરાકથી પરિવારને રાખો દૂર

મુંબઈમાં કોરોના વાયરસના કારણે સતત ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 56 હજારથી વધુ કેસ સામે આવ્યા છે તથા 376 લોકોના મૃત્યુ થયા છે.
Published by:News18 Gujarati
First published:April 10, 2021, 22:34 pm

ટૉપ ન્યૂઝ