મુંબઇ પોલીસ (Mumbai Police) લોકોની સુરક્ષા (Safety) અને જાગૃતિ (Awareness) માટે અવનવા પ્રયાસો કરવા માટે ખૂબ જાણીતી છે અને સોશ્યલ મીડિયા (Social Media) પર સૌથી વધુ એક્ટિવ રહે છે. જેથી તેઓ લોકો વચ્ચે રહીને વધુ સારી કામગીરી કરી શકે. હાલમાં જ મુંબઇ પોલીસે રોડ સેફ્ટી (Road Safety) પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા એક નવતર પ્રયોગ કર્યો હતો. મુંબઇ પોલીસે તેમના ઓફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર રોડ સેફ્ટીને લગતા અમુક પઝલ્સ (Mumbai Police Share Puzzles) શેર કર્યા છે. આજના સમયમાં પોલીસનો આ કિમીયો અલગ રીતે લોકોમાં જાગૃતિ લાવવા માટે સૌથી વધુ અસરકારક કહી શકાય.
ટ્વિટર પર શેર કરી વિવિધ રોડ સેફ્ટિ પઝલ્સ
મુંબઇ પોલીસે રોડ સેફ્ટિને લગતી વિવિધ 4 પઝલ્સ લોકોને સોલ્વ કરવા માટે શેર કરી છે. કેપ્શનમાં લખ્યું છે કે, તમારા પ્રવાસમાં કોઇ પણ વિઘ્ન પહોંચાડ્યા વગર અહીં રોડ સેફ્ટી વિશે અમુક જાણકારી આપી છે. આ સાથે બે હેશટેગ્સ છે - #RoadSafety # DownTheRightRoad. આ પોસ્ટમાં આપવામાં આવેલી વિવિધ ચાર પઝલ્સનો જવાબ આપી લોકો જાણી શકે છે કે તેનો અર્થ શું થાય છે.
લોકોએ કમેન્ટ્સમાં આપ્યા જવાબ
એક પોસ્ટમાં એક વ્યક્તિ પહેલા ઊભો છે, પછી ચાલે છે અને પછી દોડે છે. બીજી પઝલમાં બે ઝીબ્રા ક્રોસમાં ઊભેલા છે. પોલીસે શેર કરેલી આ પઝલ્સનો જવાબ આપવાનો લોકોએ પણ ભરપૂર પ્રયાસ કર્યો છે. એક યુઝરે કમેન્ટ કરી જવાબ આપ્યો કે, ઝીબ્રા ક્રોસિંગ, સ્ટોપ વોચ ગો, ડિવાઇડર, સ્ટોપ.
જોકે ઘણા લોકો આ પઝલ્સને સોલ્વ કરવામાં આંશિક નિષ્ફળ પણ નીવડ્યા હતા. એક યુઝરે જવાબ આપતા લખ્યું કે, “હું તો માત્ર ઝીબ્રા ક્રોસિંગને જ ઓળખી શક્યો. હું મૂર્ખ છું.” જોકે ઘણા યુઝર્સે કમેન્ટ્સમાં શહેરના રસ્તાઓ, ટ્રાફિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે ફરીયાદો પણ કરી હતી.
26 ડિસેમ્બરે એટલે કે ક્રિસમસના બીજા દિવસે મુંબઇ પોલીસે ઇન્સ્ટાગ્રામ પર વધુ એક પોસ્ટ શેર કરી હતી. ક્રિસમસ પર એક શોર્ટ વિડીયો સાથે તેમાં લખ્યું હતું કે, “ક્રિસમસના બીજા દિવસે, મારા પ્રિય વ્યક્તિએ મને સુરક્ષા માટે હેલ્મેટ ગીફ્ટ કર્યા.” સાન્તાક્લોઝ પર સ્પિન લેતા કેપ્શનમાં લખ્યું હતું કે, “ઓહ હરણ, વધુ બહાદુર ન બનીશ, તારું હેલ્મેટ જરૂર પહેરીશ.”
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર