મુંબઇ પોલીસે (Mumbai Police) ફરી એક વખત સાબિત કરી દીધું છે કે શા માટે તે દેશની સૌથી શ્રેષ્ઠ પોલીસ સેવા (Best Police Service) કહેવામાં આવે છે. હકીકતમાં એક યુવાને મુંબઇ પોલીસને ટેગ કરીને ટ્વિટર પર ટ્વિટ (Tweet) કર્યુ હતું કે, તે આત્મહત્યા કરવા જઇ (Mumbai Police Saves Man's Life) રહ્યો છે. આ ટ્વિટ જોતા જ મુંબઇ પોલીસ એક્શન મોડમાં આવી ગઇ હતી. યુવાને મહામારીના કારણે નોકરી ગુમાવી હતી અને તેથી આત્મહત્યા કરવાનું (Suicide Attempt) વિચારી રહ્યો હતો.
આર્થિક તંગીથી કંટાળ્યો હતો યુવાન
મુંબઇના એક 30 વર્ષિય યુવાને ટ્વિટર પર મુંબઇ પોલીસને ટેગ કરીને ટ્વિટ કરી જણાવ્યું કે, કઇ રીતે થોડા મહિનાઓ પહેલા મહામારીના કારણે તેની નોકરી ચાલી ગઇ હતી. પૈસાના અભાવે તે ભાડુ અને અન્ય લેણાંઓ ચૂકવી શકયો નહતો. હતાશ થઇ તેને પોતાનું જીવન સમાપ્ત કરવા સિવાય કોઇ રસ્તો દેખાતો નહોતો.
ટ્વિટ જોઇને મુંબઇ પોલીસે લીધી એક્શન
યુવાનના આ ટ્વિટ પર મુંબઇ પોલીસે તાત્કાલિક જવાબ આપતા જણાવ્યું કે, “તમારું જીવન ખૂબ કિંમતી છે. એવી કોઇ સ્થિતિ નથી જેને દૂર ન કરી શકાય. અમારી તમને અપીલ છે કે, શાંત રહો અને મળીને આ પ્રશ્નનો ઉલેક શોધીએ. યાદ રાખો કે, તમારા વહાલા લોકો માટે તમે ખૂબ ખાસ છો. તમારા કોન્ટેક્ટ નંબર મોકલો. ચાલો વાત કરીએ.”
પોલીસે તરત જ યુવાનનું લોકેશન શોધવાનું શરૂ કરી દીધું હતું. જેથી તેને કોઇ પણ અગમ્ય પગલું ભરતા અટકાવી શકાય. સાયબરને ડેપ્યુટી કમિશ્નિ રશ્મિ કરંદિકરે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, અમે તેને વિરાર પાસેથી શોધી કાઢ્યો અને સ્થાનિક પોલીસને જાણ કરી, જેમણે આગળનો મામલો સંભાળી લીધો હતો.
યુવાને આપેલી માહિતી અનુસાર, તે ઓક્ટોબર સુધી MIDC અંધેરીમાં કારના શોરૂમમાં કામ કરતો હતો. પરંતુ તેની નોકરી છૂટી જતાં તેની પાસે ભાડું અને અન્ય ખર્ચાઓ માટે પૈસા નહોતા. તેણે કંપનીના રૂ. 35000 પણ વાપર્યા હતા, જેની જાણ થતા કંપનીએ ઓક્ટોબરનો પગાર આપ્યો નહોતો અને તેના ઇન્સેન્ટિવ્સ પણ રોકી દીધા હતા. કંપની અને માલિક તેના પર આરોપો લગાવવા માંગતા હતા. યુવાને નવી નોકરી મળતા તમામ પૈસા ચૂકવવાનો વાયદો કર્યો છતા તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો. તેણે જણાવ્યું કે, તેની પાસે આત્મહત્યા સિવાય કોઇ ઉપાય નથી.
ત્યારબાદ પોલીસે યુવાનનું કાઉન્સેલિંગ કર્યુ અને તેની ભૂતપૂર્વ કંપની સાથે વાત કરીને તેના પર લાગેલા આરોપો હટાવવા જણાવ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર