મુંબઈની દિંડોશી પોલીસે (Mumbai’s Dindoshi Police) કચરાના ઢગલા (Garbage dump)માંથી 10 તોલા સોનું જપ્ત કર્યું છે. સોનાથી ભરેલી થેલી (Bag of gold ornaments)ને સૂકો પાવ સમજીને ભિખારીએ તેને કચરામાં ફેંકી દીધી હતી. સોનાના દાગીનાની થેલી લઈને ઉંદર અહી-ત્યાં ફરતો હતો. આ ઘટના સીસીટીવી ફૂટેજ (CCTV footage)માં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બેગમાં ઘૂસ્યા બાદ એક ઉંદર અહીં-ત્યાં દોડી રહ્યો છે.
સીસીટીવીની મદદથી દિંડોશી પોલીસે કચરાના ઢગલામાંથી સોનાથી ભરેલી દાગીનાની થેલી કબજે કરી અને પીડિત મહિલાને સોંપી છે. જેની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે. વાસ્તવમાં, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે દિંડોશી પોલીસ સ્ટેશનની હદમાં રહેતી સુંદરી પ્લેનીબેલ (45) પુત્રીના લગ્નનું દેવું ચૂકવવા માટે ઘરમાં રાખેલા 10 તોલા સોનાના દાગીના બેંકમાં ગીરવે રાખવા જઈ રહી હતી.
રસ્તામાં સુંદરીએ એક ભિખારી સ્ત્રી અને તેના બાળકને જોયા. સુંદરી એ બાળકને પોતાની પાસેની થેલીમાં રાખેલો થોડો વડાપાવ આપીને ત્યાંથી નીકળી ગઈ. જ્યારે સુંદરી બેંકમાં પહોંચી ત્યારે તેને ખબર પડી કે વડાપાવની થેલી તેણે બાળકને આપી હતી. તેમાં સોનાના ઘરેણા પણ રાખવામાં આવ્યા હતા. સુંદરી તરત જ બેંકમાંથી નીકળી ગઈ અને તે જગ્યાએ ગઈ જ્યાં તેણે ભિખારીને વડાપાવ આપ્યો હતો. પરંતુ જ્યારે તે પાછી આવી ત્યારે તે ત્યાં ન મળી આવતા સુંદરીએ તરત જ દિંડોશી પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તાત્કાલિક આ ભિખારી મહિલાની તપાસ શરૂ કરી હતી.
સીસીટીવીની મદદથી ઉકેલાયો કેસ
જ્યારે દિંડોશી પોલીસ સ્ટેશનના ડિટેક્શન ઓફિસર API ચંદ્રકાંત ખર્ગે અને API સૂરજ રાઉતની ટીમે તે સ્થળે લગાવેલા સીસીટીવી ફૂટેજ જોયા તો ભિખારી ત્યાંથી ગોર ગામ મોતીલાલ નગર પહોંચ્યો હતો. જ્યારે પોલીસે ભિખારીનો સંપર્ક કર્યો તો ભિખારીએ જણાવ્યું કે વડાપાવ સૂકો હતો અને તેણે તેને કચરામાં ફેંકી દીધો હતો. દિંડોશી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ જીવન ખરાતના માર્ગદર્શન હેઠળ તુરંત જ એપીઆઈ સુરજ રાઉતની ટીમમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ શંકર માઈંગડે, હેમંત રોડે, પોલીસ નાઈક સચિન કાંબલે, પોલીસ શિપાઈ વિલાસ જાદવ, સચિન પોટેએ કચરાપેટીમાં થેલીની શોધખોળ શરૂ કરી હતી પણ થેલી ત્યાં મળી નહિ.
ત્યારબાદ પોલીસે તે કચરાના ઢગલા પાસે લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો જાણવા મળ્યું કે પોલીસ જે કચરાની થેલી શોધી રહી છે તે ઉંદરના કબજામાં છે. અને તે અહીં અને ત્યાં ફરતો હતો. પોલીસે ઉંદરનો પીછો કર્યો, ત્યાં સુધી ઉંદર તે થેલી લઈને નજીકના ગટરમાં ઘુસી ગયો, પોલીસે ગટરની અંદરની બેગને બહાર કાઢી તેમાંથી સોનાના દાગીના મળી આવ્યા હતા.
'મુંબઈ પોલીસ દેશની શ્રેષ્ઠ પોલીસ છે'
સોનું મેળવ્યા બાદ પીડિતા સુંદરી કહે છે કે તેને ખાતરી હતી કે તેનું સોનું ચોક્કસથી મળી જશે, કારણ કે મુંબઈ પોલીસ દેશની શ્રેષ્ઠ પોલીસ છે. અગાઉ, સુંદરીનો મોબાઈલ ફોન દિંડોશી પોલીસે જપ્ત કર્યો હતો અને તેને પરત કર્યો હતો. સુંદરી કહે છે કે તે દિંડોશી પોલીસને 1000 વખત ધન્યવાદ કહે તો પણ ઓછું છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર