TRP સ્કેમ: CNN-NEWS18 સાથે થયું ષડયંત્ર, BARCના પૂર્વ CEO જવાબદાર

TRP સ્કેમ: CNN-NEWS18 સાથે થયું ષડયંત્ર, BARCના પૂર્વ CEO જવાબદાર
પાર્થો દાસગુપ્તાનો ફાઇલ ફોટો

ટીઆરપી સ્કેમમાં બાર્કના પૂર્વ સીઇઓ જવાબદાર હતા. તેમણે એક ન્યૂઝ ચેનલને આગળ વધારવા માટે CNN-News18ની સાથે પણ ષડયંત્ર રચ્યું હતું. તે ચેનલની લોકો સુધી પહોંચ વધારવા માટે CNN-News18 સાથે ષડયંત્ર કરવામાં આવ્યું. બાર્ક પોતે પણ આ તપાસનો ભાગ રહ્યું છે

  • Share this:
    મુંબઈ : TRP સ્કેમમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલે (BARC)એક પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરીને તેની જાણકારી આપી છે. બતાવવામાં આવ્યું છે કે ટીઆરપી સ્કેમમાં બાર્કના પૂર્વ સીઇઓ જવાબદાર હતા. તેમણે એક ન્યૂઝ ચેનલને આગળ વધારવા માટે CNN-News18ની સાથે પણ ષડયંત્ર રચ્યું હતું. તે ચેનલની લોકો સુધી પહોંચ વધારવા માટે CNN-News18 સાથે ષડયંત્ર કરવામાં આવ્યું. બાર્ક પોતે પણ આ તપાસનો ભાગ રહ્યું છે.

    મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે ગુરવારે પાર્થોની પૂણેથી ધરપકડ કરી



    ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસની અપરાધ શાખાએ ગુરુવારે પૂર્વ સીઇઓની પૂણેથી ધરપકડ કરી છે. ટીવી ચેનલો દ્વારા ટીઆરપી સાથે છેડછાડ કરવાના મામલામાં ધરપકડ થનાર 15માં આરોપી છે.

    આ પહેલા રામિલ રામગઢિયાની આ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી

    એક અધિકારીએ જણાવ્યું કે તેની પૂણે જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના ક્ષેત્રથી સીઆઈયૂએ ધરપકડ કરી છે. આ પહેલા સીઆઈયૂએ બાર્કના પૂર્વ મુખ્ય સંચાલન અધિકારી (સીઓઓ) રામિલ રામગઢિયાની આ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી.

    બાર્કે ફરિયાદ નોંધાવી હતી

    રેટિંગ એજન્સી બાર્કે કેટલીક ચેનલો દ્વારા ટીઆરપી સાથે છેડછાડ કરવાના સંબંધમાં ફરિયાદ નોંધાવી હતી. જે પછી મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. કેટલાક ઘરોમાં દર્શકોની સંખ્યા જાણીને ટીઆરપી માપવામાં આવે છે અને દર્શકોની સંખ્યાના આંકડાથી ચેનલ વિજ્ઞાપનદાતાઓને આકર્ષિત કરે છે. એવા આરોપ લાગ્યા હતા કે આ ઘરોમાં કેટલાકને લાંચ આપવામાં આવતી હતી કે કેટલીક ખાસ ચેનલો પર જાય જેથી તેમની ટીઆરપી વધી શકે.
    Published by:Ashish Goyal
    First published:December 25, 2020, 18:33 pm