કોરોનાથી બચવાનો આ એક માત્ર છે એકમાત્ર ઉપાય, મુંબઈ પોલીસે અનોખી રીતે કરી અપીલ

માસ્ક પહેરવા માટે મુંબઈ પોલીસે મેગ્નેટોની મદદ લીધી

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. સરકારી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 68,631 કોરોનાના નવા કેસ નોંધાયા છે.

  • Share this:
કોરોનાના કેસમાં સતત (Coronavirus cases) વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. દરેક રાજ્યમાં કોરોનાને રોકવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જાળવવા માટે લોકોમાં જાગૃતતા લાવવાની અલગ અલગ પ્રકારે કોશિશ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસે આ અંગે લોકોમાં જાગૃતતા લાવવા સોશિયલ મીડિયા પર એક ક્રિએટીવ પોસ્ટ શેર કરી છે.મુંબઈ પોલીસ કોરોનાની શરૂઆત થઈ ત્યારથી લોકોમાં જાગૃતતા લાવવા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ક્રિએટીવ મેસેજ શેર કરે છે.

મુંબઈ પોલીસે ફિલ્મ ‘X-Men: First Class’ માં એક્ટર માઈકલ ફાસબેન્ડરે જે મેગ્નેટોનું પાત્ર ભજવ્યું હતું, તે સીનનો ઉપયોગ કરીને લોકોમાં જાગૃતતા લાવવા ક્રિએટીવ પોસ્ટ બનાવી છે. ફિલ્મના સ્ક્રીનશોટ અને એનિમેટેડ બોયને કમ્બાઈન કરીને ગ્રાફિક બનાવ્યા છે. આ ગ્રાફિકમાં યોગ્ય રીતે માસ્ક કેવી રીતે પહેરવું તે જોવા મળે છે. આ ક્રિએટીવ પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘માસ્ક યોગ્ય રીતે પહેરો, તે તમને સુરક્ષિત રાખી શકે છે.’

આ પણ વાંચો : અમદાવાદ : ધોળેદિવસે વેપારી સાથે 4.85 લાખની લૂંટ, ઘટનાના Live દૃશ્યો CCTVમાં કેદ

આ ક્રિએટીવ પોસ્ટમાં લોકો ત્રણ રીતે માસ્ક પહેરે છે, તે જણાવ્યું છે. પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો ગળા પર માસ્ક પહેરે છે. બીજા ચિત્રમાં નાક ઉપર માસ્ક રાખવામાં નથી આવ્યું. ત્રીજા ચિત્રમાં માસ્કથી નાક અને મોઢાને યોગ્ય રીતે ઢાંકવામાં આવ્યું છે, જે માસ્ક પહેરવાની યોગ્ય રીત છે.
આ ક્રિએટીવ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણા લોકોને પસંદ આવી છે, જેને 10 હજારથી વધુ લાઈક મળી છે. અનેક સોશિયલ મીડિયા યૂઝરે આ પોસ્ટને ‘પરફેક્ટ’ કહ્યું છે.

આ પણ વાંચો : ફિલ્મકાર સુમિત્રા ભાવેનું ફેફસાની બીમારીના કારણે 78 વર્ષની વયે થયું નિધન

આ પોસ્ટને સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાક લોકોએ રાજનેતાઓ, અને તેમના ડિપાર્ટમેન્ટને નિયમોનું પાલન ન કરવા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. કમેન્ટ કરી છે કે, “રાજનેતાઓને કહો માસ્ક પહેરે.” અન્ય યૂઝરે કહ્યું કે “તમારા અધિકારીઓ અને હવાલદારને કહો આ પ્રમાણે માસ્ક પહેરે.” મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. સરકારી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 68,631 કોરોનાના નવા કેસ નોંધાયા છે.
First published: