મુંબઈ પોલીસે ગટરમાંથી 21 લાખનું સોનું બહાર કાઢ્યું, બધા થઈ ગયા આશ્ચર્યચકિત!

પ્રતિકાત્મક તસવીર

આ ઘટના મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનની હદમાં સામે આવી છે

 • Share this:
  મુંબઈ : મુંબઈની (Mumbai)જુહુ પોલીસે એવા ચોરની ધરપકડ કરી છ જે સોનું ચોરી કર્યા પછી તેને મેનહોલ (ગટર)ના ઢાંકણામાં સંતાડી દેતો હતો. પોલીસે આ શાતિક ચોરની ધરપકડ કરી તો તે સમયે તે પોતાના મિત્રો સાથે પાર્ટી કરી રહ્યો હતો. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી 21 લાખની કિંમતનું સોનું મળી આવ્યું હતું.

  આ ઘટના મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનની હદમાં સામે આવી છે. નેહરુ નગર વિસ્તારમાં રહેતી પૂજા પોતાના પરિવાર સાથે મહાબળેશ્વર ફરવા ગઈ હતી પણ તે જ્યારે મહાબળેશ્વરથી પરત ફરી તો તેના ઘર પર ચોરી થઈ હતી. ઘરમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ઘરમાં રાખેલા લગભગ 21 લાખ રૂપિયાના સોનાના દાગીના ગાયબ હતા. પૂજાએ આ મામલે જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચો - અમદાવાદ : 80 વર્ષના વૃદ્ધા મેનાબેન ઠાકોરની કરપીણ હત્યા, હત્યારાઓએ હત્યા કરી ઘરને તાળું મારી દીધું

  તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ કે જ્યારે ચોરી થઈ ત્યારે પૂજાના પરિવારમાંથી કોઈ સભ્ય ઘરે હાજર ન હતા. પોલીસે જ્યારે વિસ્તારમાં પૂછપરછ કરી તો તેમને ખબર પડી કે આ વિસ્તારમાં એક યુવકે પોતાના દોસ્તો સાથે પાર્ટી કરવા માટે બીયરની બોટલ સાથે અન્ય સામાનનો ઓર્ડર આપ્યો છે. બસ અહીંથી પોલીસને ચોરીનો સુરાગ મળ્યો હતો.

  પોલીસે જણાવ્યું કે યુવક નવમું ધોરણ ફેઇલ છે અને કામની શોધ કરી રહ્યો છે. તપાસમાં પોલીસને ખબર પડી કે યુવક પાર્ટી કરી રહ્યો છે જે પછી પોલીસને શંકા ગઈ અને તે યુવકને શંકાના આધારે પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન યુવકે ગુનો કબુલ કરી લીધો છે. યુવકે જણાવ્યું કે તે પહેલા પણ ચોરી કરી ચૂક્યો છે અને ચોરીના દાગીના મેનહોલમાં સંતાડીને રાખતો હતો. પોલીસે મેનહોલમાંથી 21 લાખ રૂપિયાના દાગીના બહાર કાઢ્યા હતા.
  Published by:Ashish Goyal
  First published: