25000 કરોડના કથિત કૌભાંડ મામલે મુંબઇ પોલીસે ડેપ્યુટી CM અજીત પવારને આપી ક્લીન ચિટ

News18 Gujarati
Updated: October 9, 2020, 11:24 AM IST
25000 કરોડના કથિત કૌભાંડ મામલે મુંબઇ પોલીસે ડેપ્યુટી CM અજીત પવારને આપી ક્લીન ચિટ
અજીત પવાર

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અજીત પવાર સમેત 69 લોકોને મુંબઇ પોલીસે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકના કથિત કૌભાંડમાં ક્લીન ચીટ આપી છે.

  • Share this:
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના લીડર અજીત પવાર સમેત 69 લોકોને મુંબઇ પોલીસે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં કથિત કૌભાંડ મામલે ક્લિન ચીટ આપી છે. મુંબઇ પોલિસે ઇકોનોમિક ઓફેંસ વિંગને એફઆઇઆર દાખલ કરાવ્યાના એક વર્ષ પછી એક સત્ર કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. પોલીસે કહ્યું કે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પુરતા પુરાવા નથી. આ પછી કથિત કૌભાંડમાં બોમ્બે હાઇકોર્ટે ઇકોનોમિક ઓફેંસ વિંગની એફઆઇઆર દાખલ કરાવાનો આદેશ આપ્યો છે. કથિત કૌભાંડની લિસ્ટમાં મંત્રી જયંત પાટિલ પણ સામેલ હતા. આરોપ હતો કે આ સમૂહના દોરીસંચારથી સરકારને 25,000 કરોડ રૂપિયાનું નુક્શાન થયું.

ઇડીએ પણ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. ઇડી તપાસ દરમિયાન અજિત અને એનસીપી મુખિયા શરદ પવારનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. ઇડીએ કહ્યું કે આ તપાસ તે વખતે કરી હતી જ્યારે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની NDA સરકાર હતી. મુંબઇ મિરરની એક રિપોર્ટમાં સત્ર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ ક્લોઝર રિપોર્ટમાં ઇડીએ આનો વિરોધ કર્યો હતો.

વધુ વાંચો : હાથરસ કાંડ: અલાહાબાદ હાઇકોર્ટે પીડિત પરિવારની અરજી ફગાવી, જાણો શું છે મુદ્દો

ક્લોઝર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યા કે આ કથિત કૌભાંડમાં એક વર્ષ ચાલેલી તપાસમાં કોઇ અનિયમિતતા કે કોઇ પુરવા નથી મળ્યા. મુંબઇ મિરરની ખબર મુજબ એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે દસ્તાવેજો અને ઓડિટ રિપોર્ટની તપાસ કરી છે. 100થી વધુ લોકોનું નિવેદન નોંધ્યું છે. આ દરમિયાન તપાસમાં તે વાત પણ સામે આવી છે કે ટેંડરિગની પ્રક્રિયામાં પવાર સામેલ હોવાના કોઇ પુરાવા નથી મળ્યા ના જ તેમને કોઇ મીટિંગમાં ભાગ લીધો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોઇ પર અપરાધિક દુર્વ્યવહાર, હિતોના ટકરાવ, અનિયમિતતા અને કાર્યકાળનો ખોટો ઉપયોગ કરવાની કોઇ ફરિયાદ નથી મળી. વર્ષ 2015માં એક્ટિવિસ્ટ સુરિંદર અરોડાએ ઇઓડબ્લ્યૂની પાસે ફરિયાદ નોંધી હતી. અને એફઆઇઆર દાખલ કરવા માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
Published by: Chaitali Shukla
First published: October 9, 2020, 11:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading