મુંબઈ પોલીસે કોરોના સુરક્ષા માટે બોલીવુડ સ્ટારના નામે બનાવી પોસ્ટ, જાણો શું કહ્યું બિગ બીએ?

પ્રતિકાત્મક તસવીર

મુંબઈ પોલીસે ટ્વિટ કરીને લોકોને ‘ખાના’ એટલે કે જમવાનું ઘરે ઓર્ડર કરવાનું કહ્યું, જેથી બહાર કોરોનાના જોખમથી બચી શકાય. આ પોસ્ટ જોઈને ટ્વિટર યૂઝર્સે સ્વ. રાજેશ ખન્નાનો પ્રખ્યાત ડાયલોગ, ‘પુષ્પા, આઈ હેટ ટીયર્સ’ને પણ યાદ કર્યો હતો.

  • Share this:
મુંબઈઃ કોરોનાની બીજી લહેરની (corona second wave) ખૂબ જ ગંભીર અસર જોવા મળી રહી છે અને ત્રીજી લહેર આવવાની ચેતવણી (corona third wave) પણ આપવામાં આવી છે. ત્યારે મુંબઈ પોલીસ (mumbai police) લોકોને કોરોનાની બીજી લહેરની ગંભીરતા સમજાવવા માટે સોશિયલ મીડિયા (social media) પર અનોખી પોસ્ટ કરી રહી છે. 21 મે શુક્રવારના રોજ મુંબઈ પોલીસના ટ્વિટર પરથી બોલીવુડ સેલિબ્રિટીઝના નામ પર અનોખી અને મજેદાર પોસ્ટ કરીને કોવિડ સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસે સુપરસ્ટાર સ્વ.રાજેશ ખન્નાના નામ પર પોસ્ટ બનાવી હતી. રાજેશ ખન્ના ભારતના સૌથી પહેલા બોલીવુડ ‘સુપરસ્ટાર’ તરીકે ઓળખાય છે. મુંબઈ પોલીસે ટ્વિટ કરીને લોકોને ‘ખાના’ એટલે કે જમવાનું ઘરે ઓર્ડર કરવાનું કહ્યું, જેથી બહાર કોરોનાના જોખમથી બચી શકાય. આ પોસ્ટ જોઈને ટ્વિટર યૂઝર્સે સ્વ. રાજેશ ખન્નાનો પ્રખ્યાત ડાયલોગ, ‘પુષ્પા, આઈ હેટ ટીયર્સ’ને પણ યાદ કર્યો હતો.

મુંબઈ પોલીસે અભિનેત્રી કાજોલના નામ પર પણ પોસ્ટ બનાવી છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે લોકોને ચોકલેટ જરૂરી છે તેમ કહીને અમને ‘ફોસલાવી’(Cajole) ન શકે. સાથે જ ટ્વિટમાં કાજોલની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નો ફેમસ ડાયલોગ “ચીટર, ચીટર, ચીટર”નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

આ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ કેન્દ્ર સરકારના કોવિડ સંદેશાઓને સામાન્ય જનતા સુધી પહોંચાડી રહ્યા છે. જેથી મુંબઈ પોલીસે અમિતાભ બચ્ચનના નામ પર લોકોને માસ્ક યોગ્ય રીતે પહેરવાની અપીલ કરી છે. મુંબઈ પોલીસે કહ્યું છે કે, નાકની નીચે માસ્ક રાખવું તે યોગ્ય નથી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ટુવ્હીલર ઉપર જતાં પતિ-પત્ની સાત બોટલ દારૂ સાથે ઝડપાયા, હકીકત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

આ પણ વાંચોઃ-પોલીસે પતિને ફટકાર્યો દંડ, બાઈકની હેડલાઈટ ફોડી, રણચંડી બનેલી પત્ની SDMને ચપ્પલ મારવા દોડી, હંગામાનો video

મુંબઈ પોલીસ લોકોમાં કોરોના અંગે જાગૃતતા લાવવા માટે સોશિયલ મીડિયાનો ખૂબ જ સારો ઉપયોગ કરી રહી છે. તાજેતરમાં એક ટ્વિટર યૂઝરે સવાલ પૂછ્યો હતો કે તેની “પ્રેમિકાને મળવા માટે” તેના વાહન પર કયું સ્ટીકર લગાવવું જોઈએ? મુંબઈ પોલીસે જવાબ આપ્યો હતો કે તેઓ સમજી શકે છે, તેમની ગર્લફ્રેન્ડને મળવું જરૂરી છે, પરંતુ અત્યારે તેમણે ઘરે જ રહેવું જોઈએ અને તેનાથી તમારો પ્રેમ વધુ મજબૂત થશે.

કોરોના અંગે જાગૃતતા લાવતા આવા અનેક ઉદાહરણ છે. ઇન્સ્ટાગ્રામ પર મુંબઈ પોલીસે જોકર ફિલ્મનો એક ફોટો શેર કર્યો છે અને લોકોને સવાલ કર્યો છે કે, “શા માટે સુરક્ષાને લઈને તેઓ ગંભીર નથી?”મુંબઈમાં પણ કોરોનાના કેસમાં થોડા અંશે ઘટાડો થયો છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના 1,500થી ઓછા નવા કેસ સામે આવે છે અને કુલ 29,000 એક્ટીવ કેસ છે. કોરોનાની બીજી લહેર તેના ચરમ પર છે, ત્યારે દિલ્હીની તુલનામાં મહારાષ્ટ્રમાં સારી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ BMC કમિશનર ઈકબાલ ચહલની આગેવાની હેઠળના મુંબઈ મોડેલની પ્રશંસા કરી છે.
First published: