ગૂગલ પર પીડા રહિત મોત અંગે સર્ચ કરી રહ્યો હતો સુશાંત : મુંબઈ પોલીસ કમિશનર

ગૂગલ પર પીડા રહિત મોત અંગે સર્ચ કરી રહ્યો હતો સુશાંત : મુંબઈ પોલીસ કમિશનર
મુંબઈ પોલીસ કમિશનર.

મુંબઈ પોલીસ (Mumbai Police) કમિશનર પરબીર સિંહે જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આપઘાત મામલે પોલીસે અત્યાર સુધી 56 લોકોની પૂછપરછ કરી છે. હાલ પણ અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે.

 • Share this:
  મુંબઈ : બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આપઘાત કેસની તપાસ અંગે મુંબઈ પોલીસ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હાઇપ્રોફાઇલ કેસ મામલે મુંબઈ (Mumbai Police) અને બિહાર પોલીસ (Bihar Police) આમને સામને છે. આત્મહત્યા અને હત્યાની વચ્ચે ઘેરાયેલા આ કેસમાં રોજ નવાં નવાં તથ્યો સામે આવી રહ્યા છે. મુંબઈ અને બિહાર પોલીસ વચ્ચે ચાલી રહેલી ટક્કર વચ્ચે મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહે મીડિયા સાથે વાતચીત કરી છે. પોલીસ કમિશનરે કેસની કડી અંગે માહિતી આપતી અનેક ચોંકવનારા ખુલાસા કર્યા છે. મુંબઈ પોલીસની તપાસમાં માલુમ પડ્યું છે કે સુશાંતસિંહ રાજપૂત આપઘાત કરતા પહેલા દર્દી વગરના મોત અંગે ગૂગલ પર સર્ચ કરી રહ્યો હતો.

  સુશાંતસિંહ રાજપૂતના આપઘાત અંગે માહિતી આપતા મુંબઈ પોલીસ કમિશનરે જણાવ્યું કે, 14 જૂનના રોજ પોલીસને સુશાંતના આપઘાતની માહિતી મળી હતી. પોલીસ જ્યારે ફ્લેટ પર પહોંચી ત્યારે બૉડી પલંગ પર પડી હતી. એ સમયે જેટલા લોકો ત્યાં હાજર હતા તેમના નિવેદન લેવામાં આવ્યા હતા અને પંચનામું કરવામાં આવ્યું હતું. ફ્લેટનું તાળું તોડનારનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. આત્મહત્યાના આ કેસમાં 15 જૂનના રોજ ફૉરેન્સિક ટીમે તપાસ કરી હતી. આ મામલે 56 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. મામલાની ગંભીરતાને જોતા નાણાકીય વહેવારોની પણ તપાસ કરવામાં આવી હતી. હાલ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.  આ પણ વાંચો :  સુશાંત કેસની માટે મુંબઇ આવેલા પટનાના SPને 'બળજબરીપૂર્વક' ક્વૉરન્ટીન કરાયાનો આરોપ

  પોલીસ કમિશનરે જણાવ્યું કે તપાસ દરમિયાન 16 જૂનના રોજ સુશાંતના પરિવારના લોકોનું નિવેદન લેવામાં આવ્યું હતું. એ સમયે કોઈને કોઈ શંકા ન હતી. સુશાંતના પિતાએ પોલીસને જે નિવેદન આપ્યું હતું તે અમારી પાસે છે. પરમબીરે કહ્યુ કે આ તમામ નિવેદન સુશાંતના જીજાજી ઓ.પી.સિંહની સમક્ષ લેવામાં આવ્યા હતા. એટલે સુધી કે તમામ નિવેદનો પર તેમના હસ્તાક્ષર છે. આ મામલે તપાસ કરતા અમે 13 અને 14 તારીખના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. કોઈ પાર્ટી અંગે અમને કોઇ જાણકારી નથી મળી.

  આ પણ વાંચો : રામ મંદિર નિર્માણ : જાણો ભૂમિ પૂજનની નિમંત્રણ પત્રિકામાં PM મોદી સાથે કોનું કોનું નામ

  રિયાના ખાતામાં પૈસા ટ્રાન્સફર નથી થયા

  પોલીસ કમિશનરે કહ્યુ કે જ્યાં સુધી દિશા સાલિયાનના મોતનો સવાલ છે ત્યાં સુધી તેનું મોત 8-9 જૂનના રોજ થયું હતું. દિશા તે દિવસે પોતાના મિત્રો સાથે હતી. રાત્રે તેણીએ દરવાજો બંધ કર્યો અને બાદમાં તેણીની લાશ બિલ્ડિંગ નીચેથી મળી હતી. દિશાના મોત પર પરિવારને કોઈ શંકા નથી. આ દરમિયાન પોલીસે કમિશનરે ચોંકાવનારી વાત કહી હતી. પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે મોત પહેલા સુશાંત પીડા રહિત મોત અંગે સર્ચ કરતો હતો. તપાસમાં માલુમ પડ્યું છે કે સુશાંતના ખાતામાં 18 કરોડ રૂપિયા હતા, જેમાંથી 4.5 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. રિયાના ખાતામાં કોઈ પૈસા ટ્રાન્સફર નથી થયા.

  નીચે વીડિયોમાં જુઓ : અયોધ્યાની સફર

  બિહાર પોલીસની તપાસ પર ઉઠાવ્યા સવાલ

  મીડિયા સાથે વાતચીત કરતા પોલીસ કમિશનર પરમબીર સિંહે બિહાર પોલીસની તપાસ પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે બિહાર પોલીસને આ મામલે તપાસ કરવાનો કોઈ અધિકાર નથી. જોકે, અમે બિહાર પોલીસની તપાસ માટે કાનૂની સલાહ માંગી રહ્યા છીએ. તેમણે કહ્યું, 'અમારી તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે. સુશાંતના પરિવારે કોઈના પર શંકા નથી વ્યક્ત કરી.'
  Published by:Vinod Zankhaliya
  First published:August 03, 2020, 15:51 pm

  ટૉપ ન્યૂઝ