Khaki Studio Viral Video: મુંબઈ પોલીસ (Mumbai Police) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. મુંબઈ પોલીસ સોશિયલ મીડિયા (Social Media) પર જાગૃતતા ફેલાવવા (Awareness Campaign) માટે અનેક અવનવા પ્રયોગ કરતી રહે છે અને હળવાશભર્યા રિસ્પોન્સ માટે પણ મુંબઈ પોલીસ ખૂબ જ ફેમસ છે. તાજેતરમાં મુંબઈ પોલીસે એક એવી પોસ્ટ કરી છે, જેના પરથી કહી શકાય કે, મુંબઈ પોલીસ માત્ર તેમના કામકાજમાં જ નહીં, પરંતુ અન્ય પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતી છે.
મુંબઈ પોલીસે એક વિડીયો શેર કર્યો છે, જેમાં જોવા મળે છે કે પોલીસ બેન્ડ, ખાકી સ્ટુડિયો (Khaki Studio) મોંટી નોર્મન (Monti Norman)ની ‘જેમ્સ બોન્ડ થીમ’ (James Bond Theme) વગાડી રહ્યા છે. આ વિડીયો ટ્વિટર (Twitter) અને યૂટ્યૂબ (YouTube) પર શેર કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વિડીયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું કે, ‘બેન્ડ, મુંબઈ પોલીસનું બેન્ડ! તમારી સામે રજૂ કરે છે, ખાકી સ્ટુડિયો (Khaki Studio) – મોન્ટી નોર્મનની જેમ્સ બોન્ડ થીમને શ્રદ્ધાંજલિ’ (A Tribute to Monty Norman’s ‘James Bond Theme). ઉલ્લેખનીય છે કે, હેડ કોન્સ્ટેબલ ઝમીર શેખ (Head Constable Zameer Shaikh) દ્વારા આ થીમ અરેન્જ કરવામાં આવી છે.
Band, Mumbai Police's Band!
Presenting to you, ‘Khaki Studio’ - A Tribute to Monty Norman’s ‘James Bond Theme’
વિડીયોમાં પોલીસ અધિકારીઓ શહનાઈ, ટ્રમ્પેટ, સૈક્સોફોન અને ટ્રંબોન જેવા મ્યુઝીક ઈન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતા જોવા મળી રહયા છે. વર્ષ 1962માં રિલીઝ થયેલ ફિલ્મ ડૉ. નો બાદ આ થીમ તમામ બોન્ડ ફિલ્મનો એક ભાગ બની ગઈ છે.
Beware, this music is going to play in your next edition @007 , these are the real cop bond of India, Mumbai https://t.co/W2Ib5xbJZu
આ વિડીયો ટ્વિટર યૂઝર્સને (Twitter Users) ખૂબ જ પસંદ આવ્યો છે. પોલીસ અધિકારીઓનું (Mumbai Police Personnel) આ પર્ફોર્મન્સ યૂઝર્સને ખૂબ જ પસંદ આવ્યું છે અને આ પ્રકારના અન્ય વિડીયોની માંગ કરી છે.
મુંબઈ પોલીસનો આ વિડીયો (Mumbai Police Viral Video) અપલોડ કર્યા બાદ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો યૂટ્યૂબ (YouTube) પર પાંચ હજારથી વધારે લોકોએ જોયો છે.
મુંબઈ પોલીસનો (Mumbai Police) આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અગાઉ પણ મુંબઈ પોલીસે લોકોમાં કોવિડ-19 (Covid-19) અંગે જાગૃતતા (Awareness) લાવવા માટે આવી અવનવી પ્રકારની પોસ્ટ શેર કરી હતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર