નિવૃત્ત નેવી ઓફિસરને માર મારવાના આરોપમાં ઘેરાઇ શિવસેના, આ છે ઘટનાક્રમ

નૌસેનાના પૂર્વ અધિકારી મદન શર્મા

નૌસેનાના પૂર્વ અધિકારી સાથેની મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ભાજપે શિવસેના પર હુમલો કર્યા છે.

 • Share this:
  કંગના રનૌટ (Kangana Ranaut)ની સાથ વિવાદોમાં ફસાયા પછી શિવસેના સરકાર (Shiv Sena) ફરી એક વાર ચર્ચામાં છવાઇ છે. સોશિયલ મીડિયા પર (Social Media) પર મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે (Uddhav Thackere)થી જોડાયેલું એક કાર્ટૂન ફોર્વર્ડ કરવાના આરોપ પર નૌસેનાના એક પૂર્વ અધિકારી મદન શર્મા પર હુમલો કરવાનો આરોપ સહ પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. આ પહેલા સમતા નગર પોલીસમાં શિવસેનાના બે કાર્યકર્તાઓને પણ પકડવામાં આવ્યા છે. જેમાંથી એક શિવસેનાનો શાખા પ્રમુખ કમલેશ કદમ પણ છે.

  મહારાષ્ટ્રમાં શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર બનેલા એક કાર્ટૂનને સોશિયલ મીડિયા પર શેર કરવાથી નારાજ શિવેસનાના કાર્યકર્તાઓએ 62 વર્ષીય એક સેવાનિવૃત્ત નૌસેના અધિકારી મદન શર્મા સાથે મારપીટ કરી. મામલાની તપાસ કરી રહેલા એક પોલીસ કર્મચારીએ આ ઘટના સવારે 11:30 વાગે ઉપનગર કાંદિવલીના લોખંડવાલા કોમ્પેલેક્ષ વિસ્તારમાં થઇ હોવાનું જણાવ્યું છે.

  સેવાનિવૃત્ત નૌસેના અધિકારી મદન શર્માએ એક વોટ્સઅપ ગ્રુપમાં ઠાકરેનું આ કાર્ટૂન મોકલ્યું હતું. કેટલાક શિવસેના કાર્યકર્તા આ પછી તેમના ઘરે ગયા અને તેમની સાથે મારપીટ કરી. શર્માની આંખમાં આ કારણે ચોટ આવી છે. જે પછી હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.


  નેવીના પૂર્વ અધિકારી મદન શર્માએ આ વાતની સમગ્ર જાણકારી આપતા કહ્યું કે 8 થી 10 લોકોએ મારી પર હુમલો કર્યો અને મને માર માર્યો. આ પહેલા મને એક સંદેશ માટે ધમકી ભરેલા ફોન પણ આવતા હતા. મેં સોશિયલ મીડિયામાં ખાલી તેને ફોરવર્ડ કર્યો હતો. મેં આખું જીવન દેશની રક્ષા માટે કામ કર્યું છે. અને આ રીતની સરકાર અસ્તિત્વમાં ન હોવી જોઇએ.

  નૌસેનાના પૂર્વ અધિકારી સાથેની મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ભાજપે શિવસેના પર હુમલો કર્યા છે. અને આ સમગ્ર ઘટના માટે શિવસેના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા છે.

  મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસએ આ આખી ઘટના પર દુખ વ્યતિત કર્યું છે. અને કહ્યું છે કે એક વોટ્સઅપ ફોરવર્ડના નામે આટલી બર્બરતા યોગ્ય નથી. ઉદ્ધવ ઠાકરે આ ગુંડારાજને રોકવું જોઇએ. અમે માંગ કરીએ છીએ કે અપરાધીઓને કડક સજા કરવામાં આવે.
  Published by:Chaitali Shukla
  First published: