હિસ્ટ્રીશીટર 'ખોપડી'એ સંદેશ મોકલાવ્યો, 'મને ભગવાન પણ ન પકડી શકે', પોલીસે આ રીતે ઝડપી લીધો

હિસ્ટ્રીશીટર 'ખોપડી'એ સંદેશ મોકલાવ્યો, 'મને ભગવાન પણ ન પકડી શકે', પોલીસે આ રીતે ઝડપી લીધો
પોલીસના હાથે ઝડપાયેલો બદમાશ.

'મને તો ભગવાન પણ ન પકડી શકે, પોલીવાળા તમે તો મને ભૂલી જ જાઓ.' એક હિસ્ટ્રીશીટર તરફથી મુંબઈ પોલીસને આવો પડકાર ફેંકવામાં આવ્યો હતો.

 • Share this:
  મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police)ને પડકાર ફેંકનાર શાતિર બદમાશની થાણે પોલીસની ટીમે ધરપકડ કરી લીધી છે. 'ખોપડી' (Pappu Harishchandra alias Khopdi) નામના બદમાશે પડકાર ફેંક્યો હતો કે તેને ભગવાન પણ ન પકડી શકે તો પોલીસ શું હસ્તી છે. પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે 'ખોપડી'એ પોલીસને એક બાતમીદારના માધ્યમથી આવો સંદેશ મોકલ્યો હતો. જોકે, હાલ પોલીસને પકડાર ફેંકનાર 'ખોપડી' જેલના સળિયા પાછળ બંધ છે.

  પોલીસને ફેંક્યો હતો પકડાર  'મને તો ભગવાન પણ ન પકડી શકે, પોલીવાળા તમે તો મને ભૂલી જ જાઓ.' એક હિસ્ટ્રીશીટર તરફથી મુંબઈ પોલીસને આવો પડકાર ફેંકવામાં આવ્યો હતો. બદમાશી આવો પકડાર ફેંક્યાના થોડા સમય પછી પોલીસે તેને પકડી લીધો હતો અને જેલમાં નાંખી દીધો હતો. પોલીસને બદમાશા પાસેથી એક દેશી પિસ્ટલ પણ મળી છે.

  આ પણ વાંચો: SBI બેંકે ATMમાંથી રોકડ ઉપાડવાના નિયમમાં કર્યો ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત 

  પોલીસે ધરપકડ કરી છે તે શખ્સનું નામ પપ્પૂ હરિશ્ચંદ્ર ઉર્ફે 'ખોપડી' છે. પપ્પૂની ઉંમર 26 વર્ષ છે. પપ્પૂ પોતાના વિસ્તારમાં 'ખોપડી'ના નામથી ઓળખાતો હતો. 'ખોપડી' વિરુદ્ધ મુંબઈના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કેસ દાખલ છે. પોલીસ માટે તે હિસ્ટ્રીશીટર હતો.

  આ પણ વાંચો: ભાજપના MLA સામે બળાત્કારની ફરિયાદ, લગ્નનું ખોટું વચન આપીને શારીરિક શોષણ કર્યાનો મહિલાનો આક્ષેપ

  26 વર્ષીય 'ખોપડી' મુંબઈમાં જ રહેતો હતો. પવઈ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા એક ગુનામાં પોલીસ તેની ઘણા લાંબા સમયથી શોધી રહી હતી. 'ખોપડી' 2013ના વર્ષથી વૉન્ટેડ હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે 'ખોપડી' ઘરફોડ માટે રૉયલ પામ વિસ્તારમાં આવવાનો છે. પોલીસે ટ્રેપ ગોઠવીને 'ખોપડી'ને પકડી લીધો હતો. પોલીસે 'ખોપડી' સામે ગેરકાયદે હથિયાર રાખવાની કલમ લગાવી હતી.

  આ પણ વાંચો: ફક્ત 50 હજાર રૂપિયા રોકીને કરો 2.5 લાખ રૂપિયાની કમાણી, શરૂ કરો ડબલ કમાણી આપતો બિઝનેસ

  પોલીસે તેની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પવઈ પોલીસની તપાસ બાદ તેને મુંબઈના અન્ય પોલીસ સ્ટેશન ખાતે પણ લઈ જવામાં આવશે. ઇન્ડિયાટુડેમાં છપાયેલા અહેવાલ પ્રમાણે 'ખોપડી' પવઈ ઉપરાંત સાકી નાકા, એમઆઈડીસી સહિત પોલીસ સ્ટેશનમાં વૉન્ટેડ હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:February 06, 2021, 09:23 am

  ટૉપ ન્યૂઝ