Fake TRP કેસમાં રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાનીની મુંબઈ પોલીસે કરી ધરપકડ

મુંબઈ પોલીસે ફેક ટીઆરપી ગોટાળા રિપબ્લિક ટીવીના CEO સહિત અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરી

મુંબઈ પોલીસે ફેક ટીઆરપી ગોટાળા રિપબ્લિક ટીવીના CEO સહિત અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરી

  • Share this:
    મુંબઈ પોલીસ (Mumbai Police)એ કથિત ફેક ટીઆરપી કેસ (Fake TRP Case)માં રિપબ્લિકન ટીવી (Republic TV)ના સીઇઓ વિકાસ ખાનચંદાની (Vikash Khanchandani)ની ધરપકડ કરી લીધી છે. અત્યાર સુધી આ મામલામાં 13 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. મુંબઈ પોલીસે હંસા રિસર્ચના અધિકારી નિતિન દેવકરની ફરિયાદ બાદ આ ફેક ટીઆરપી રેકેટને લઈને 6 ઓક્ટોબરે એફઆઇઆર નોંધાવી હતી. મુંબઈ પોલીસે આ કથિત ટીઆરપી ગોટાળામાં નવેમ્બરમાં અહીંની એક કોર્ટમાં આરોપ પત્ર પણ દાખલ કર્યા હતા.

    નોંધનીય છે કે, પોલીસની CIU કથિત ટેલીવીઝન રેટિંગ પોઇન્ટ ગોટાળાની તપાસ કરી રહી છે. આ કેસમાં વિકાસ ખાનચંદાનીની પહેલા પણ અનેકવાર પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. વિકાસ ખાનચંદાનીના પહેલા વરિષ્ઠ પત્રકાર અને ચેનલના પ્રધાન સંપાદક અર્નબ ગોસ્વામીની પણ મુંબઈ પોલીસે એક જૂના કેસમાં ધરપકડ કરી હતી. જોકે બાદમાં કોર્ટમાંથી તેમને જામીન મળી ગયા હતા.

    આ પણ વાંચો, Parliament Attack: 2001માં થયેલા સંસદ હુમલાને PM મોદીએ કર્યો યાદ, શહીદો માટે લખી આ ખાસ વાત

    ઉલ્લેખનીય છે કે, ફેક ટીઆરપી ગોટાળો તે સમયે સામે આવ્યો હતો જ્યારે રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)એ આ વાતની ફરિયાદ નોંધાવી હતી કે કેટલીક ટીવી ચેનલો ટીઆરપીના આંકડાઓમાં હેરફેર કરી રહી છે.

    આ પણ વાંચો, મકાન કે ફ્લેટ ખરીદનારાઓ માટે ખુશખબરી! PM આવાસ યોજનાનો 31 માર્ચ 2021 પહેલા ઉઠાવો લાભ

    BARCએ આ ફરિયાદ હંસા રિસર્ચ ગ્રુપના માધ્યમથી નોંધાવી હતી. નોંધનીય છે કે વ્યૂઅરશિપ ડેટા (કેટલા દર્શન કઈ ચેનલ જુએ છે અને કેટલો સમય જુએ છે) મેળવવા માટે મેપિંગ મશીન લગાવવાની જવાબદારી હંસાને આપવામાં આવી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: