મુંબઈ : માસ્ક નહીં તો એન્ટ્રી નહીં. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)કડકાઇ સાથે આ નિયમનું પાલન કરાવવાની તૈયારીમાં છે. મુંબઈમાં (Mumbai)બધી ટેક્સી અને બસોમાં યાત્રા કરવા માટે માસ્ક પહેરવું ફરજિયાત બનશે. આટલું જ નહીં દુકાનો અને શોપિંગ મોલમાં પ્રવેશ માટે પણ માસ્ક લગાવવું ફરજિયાત રહેશે. એનો અર્થ એ થયો કે જો કોઈએ માસ્ક પહેર્યું નહીં હોય તો તેમને સાર્વજનિક બસો અને ટેક્સીની યાત્રામાં મંજૂરી મળશે નહીં. દુકાનો અને મોલમાં પણ પ્રવેશ મળશે નહીં.
આ નિર્ણય મુંબઈમાં કોવિડ-19ના કેસમાં સતત વધારાના પગલે કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર (Maharashtra)ભારતમાં કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. તેમાં સૌથી વધારે પ્રભાવિત મુંબઈ છે. આવામાં મહારાષ્ટ્રમાં પહેલા જ સાર્વજનિક સ્થાનો પર માસ્ક પહેરવાનો નિયમ કડકાઇ સાથે લાગુ કરવામાં આવ્યો છે.
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના પ્રમુખ રાજનીતિક દળ મનસેના પ્રમુખ રાજ ઠાકરે પર માસ્ક ન પહેરવાના ગુનામાં દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ત્યારે બન્યું જ્યારે તે પોતાના પરિવારના કેટલાક સભ્યો સાથે અને મિત્રો સાથે નાવ પર સવાર થયા હતા.
કોરોનાની સ્થિતિ વિશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કોવિડ-19ના ખતરાને જોતા તેમની સરકાર સાવધાનીથી પગલા ભરી રહી છે અને એસઓપી પ્રમાણે કામ કરી રહી છે. માસ્ક પહેરવું, હાથોને સ્વચ્છ રાખવા અને સામાજિક દૂરી બનાવી રાખવા પર ભાર આપ્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર