રુવાડાં ઊભા કરી નાંખે એવો અકસ્માતનો live video, બેકાબુ કન્ટેઈનરે કારને અડફેટે લીધી, પરિવારના ત્રણ સભ્યોના મોત

પૂણે મુંબઈ એક્સપ્રેસ વે ઉપર થયેલો અકસ્માત કેમેરામાં કેદ

Mumbai pune express way car accident: કન્ટેઇનરે જેક્વીનની કારની આગળ જઈ રહેલા ટ્રકને પણ ટક્કર મારી અને કન્ટેનર અને ટ્રક વચ્ચે આવીને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને કેન્ટેર રોડની બાજુમાં પલટી ગયું હતું. ભાઈના લગ્ન પતાવીને પરિવાર પરત ફરી રહ્યો હતો અને મોતનો કોળિયો બની ગયો.

  • Share this:
    મુંબઈઃ અકસ્માતની (accident) ઘટનાઓ રોજરોજ બનતી હોય છે પરંતુ ક્યારે અકસ્માતની એવી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને ભલભલાના રુંવાડા ઊભા થઈ જાય. આવી જ એક ઘટના પૂણે મુંબઈ એક્સપ્રેસ હાઈવે (Mumbai pune express way) ઉપર બની હતી. અહીં બેકાબુ કન્ટેઇનરે અકસ્માતની વણઝાર (car-truck accident) સર્જી હતી. એક જ પરિવારની બે કારને એક પછી એક કરીને અડફેટે લીધી હતી. અને ત્યારબાદ ટ્રકને અથડાઈને રોડની બાજુમાં ઉતરી ગયું હતું.

    જોકે, આ અકસ્માતમાં કન્ટેઇનર અને ટ્રક વચ્ચે કારનો કચ્ચરઘાણ બોલાયો હતો. અને કારમાં સવાર એક જ પરિવારના તમામ સભ્યોના મોત નીપજ્યા હતા. કારમાં પતિ, પત્ની અને ચાર વર્ષનો પુત્ર હતો. જેમનું અકસ્માતમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની (car accident video) આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી.

    ભાઈના લગ્ન પતાવીને બહેન પરિવાર સાથે ઘરે જતી હતી
    ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મુંબઈ નાયગાવના જેક્વીન ચૌટીયાર પોતાની પત્ની લુઈસા અને ચાર વર્ષના પુત્ર ડેરીયલ સાથે પોતાની કારમાં મુંબઈથી પુણે એક્સપ્રેસથી ઘર નાયગાવ પરત ફરી રહ્યા હતા. જેક્વીનના સાસુ, સસરા અને સાળો અને તેની પત્ની બીજી કારમાં પાછળ આવી રહ્યા હતા. માનવામાં આવી રહ્યું હતું કે આ લુઈસાના ભાઈના લગ્ન પતાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

    આ પણ વાંચોઃ-માલકિનની શરમજનક કરતૂત! નોકરાણીને મહેમાનો સાથે સંબંધ બાંધવા કરતી મજબૂર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

    આ પણ વાંચોઃ-બેવફા પત્નીનો ફૂટ્યો ભાંડો! પતિએ કરાવી લીધી હતી નસબંધી, આમ છતાં પત્ની થઈ ગર્ભવતી, પતિએ કરી પત્નીની નિર્મમ હત્યા

    એક જ પરિવાર બે કારમાં સવાહ હતો
    ભાઈના લગ્ન પતાવીને એક જ પરિવારના સભ્યો જેમાં જેક્વીન ચૌટીયાર, તેની પત્ની લુઈસા, ચાર વર્ષનો પુત્ર ડેરીયલ પોતાની કારમાં હતા. જ્યારે તેના સાસુ, સસરા અને ભાઈ અને તેની પત્ની બીજી કારમાં સવાર હતા. બંને કાર એકબીજાની આગળ પાછળ ચાલી રહી હતી.

    આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

    આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

    ક્યાં અને કેવી રીતે થયો અકસ્માત
    મળતી માહિતી પ્રમાણે ખંડાલાથી ખોપોલી શહેર સુધી પહાડી જતા રસ્તો ઉતરતો હતો ત્યાં અનેક જગ્યાએ ઢાળ છે અને આવા એક ઢાળમાં એક બેકાબુ કન્ટેનર પોતાની આગળ જતી કારને ટક્કર મારી હતી. જેમાં જેક્વીનના સાસુ સસરા હતા. ત્યરાબાદ કન્ટેઇનરે જેક્વીનની કારની આગળ જઈ રહેલા ટ્રકને પણ ટક્કર મારી અને કન્ટેનર અને ટ્રક વચ્ચે આવીને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને કેન્ટેર રોડની બાજુમાં પલટી ગયું હતું.

    અકસ્માતનો કમકમાટી ભર્યો વીડિયો અહીં જુઓ

    આ સમગ્ર ઘટના ટ્રકમાં લગાવેલા કેમેરામાં થઈ કેદ
    આ કમકમારી ભરી ઘટનામાં કારમાં સવાર જેક્વીન, તેની પત્ની લુઈસા અને ચાર વર્ષના પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ આખી ઘટના જેક્વીનના સાસુ સરરાએ પોતાની આખે જોઈ હતી. આ સમગ્ર ઘટના આગળ ચાલતી ટ્રેકના કેમેરામાં કેદા થઈ હતી. ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
    Published by:ankit patel
    First published: