મુંબઈમાં Big Accident : વર્લી વિસ્તારમાં બિલ્ડીંગની લીફ્ટ ધરાશાયી, 4ના મોત, 6 હજુ ફસાયેલા

મુંબઈમાં મોટો અકસ્માત

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. જાણવા મળ્યું છે કે 6 લોકો હજી પણ અંદર ફસાયા છે. ઘાયલોને કેઇએમ હોસ્પિટલ અને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

  • Share this:
    મુંબઇ : ભારે વરસાદને કારણે રાજ્યભરમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મુંબઈના વર્લી વિસ્તારમાં હાલમાં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં મોટો અકસ્માત થયો છે. બિલ્ડિંગની એલિવેટર લીફ્ટ ધરાશાયી થતાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સાંજના સમયે વર્લી વિસ્તારમાં બાંધકામ હેઠળની બિલ્ડિંગમાં લીફ્ટ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. જાણવા મળ્યું છે કે 6 લોકો હજી પણ અંદર ફસાયા છે. ઘાયલોને કેઇએમ હોસ્પિટલ અને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી ચાલુ કરી દીધી છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાં પાર્કિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન લિફ્ટ પડી ભાંગી હતી. આ અકસ્માતમાં 4 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી છે. હજુ બચાવ કામગીરી ચાલુ છે. 6 લોકો અંદર ફસાયા હોવાની પણ માહિતી મળી રહી છે. તેમને બચાવવાની કામગીરી ચાલુ છે.

    આ પણ વાંચોDon રવિ પુજારીની In side Story: પુત્રીને સાયકોલોજીસ્ટ બનાવી, 11 ભાષા જાણતો, ડોનગીરી કરવા ફ્રેન્ચાઈઝી પણ આપતો

    અચાનક બનેલી દુર્ઘટનાને પગલે પુરા વિસ્તારમાં હંગામો મચી ગયો છે. તમને જમાવી દઈએ કે, બીડીડી ચૌલ વિસ્તાર ગીચ વસ્તી ધરાવે છે. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસ તથા પ્રશાસન કોણ કોણ મૃત્યું પામ્યા તેની જાણકારી મેળવી તેમના પરિવારને આ મામલે જાણ કરવાની કોશિશ કરી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર (Low pressure in Bay of Bengal) સક્રિય થયું છે. જેના પગલે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતી (Manorama Mohanty)એ આ મામલે જણાવ્યું છે કે, રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઇ રહી છે. તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ (Gujarat Monsoon 2021) થવાની આશા છે. 24થી 26 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Heavy rain forecast) કરવામાં આવી છે.

    આ પણ વાંચોOMG : 10 વર્ષથી કચરો વીણી ઘરને બનાવી દીધુ કબાડખાનું, વૃદ્ધ દંપતીના પુત્ર પ્રેમની દુ:ખદ કહાની!

    કયા દિવસે કયા સ્થળોએ વરસાદની આગાહી:

    23 જુલાઈ: નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.

    24 જુલાઈ: સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

    25 જુલાઈ: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

    26 જુલાઈ: નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.
    Published by:kiran mehta
    First published: