Home /News /national-international /

BMC કમિશ્નરની ડરાવનારી ભવિષ્યવાણી, કહ્યું- 29 વર્ષમાં ડૂબી જશે મુંબઈનો મોટો ભાગ

BMC કમિશ્નરની ડરાવનારી ભવિષ્યવાણી, કહ્યું- 29 વર્ષમાં ડૂબી જશે મુંબઈનો મોટો ભાગ

BMC કમિશ્નરની ડરાવનારી ભવિષ્યવાણી, કહ્યું- 29 વર્ષમાં ડૂબી જશે મુંબઈનો મોટો ભાગ

Climate Change : તેમણે કહ્યું કે પ્રકૃતિ ચેતવણીઓ આપી રહી છે પણ લોકો જાગ્યા નહીં તો સ્થિતિ ખતરનાક થઇ જશે

    મુંબઈ : મુંબઈ મહાનગરપાલિકાના કમિશ્નર (Mumbai municipal commissioner)ઇકબાલ સિંહ ચહલે (Iqbal Singh Chahal)શહેર માટે એક ભયાનક ભવિષ્યવાણી કરતા કહ્યું કે 2050 સુધીમાં કારોબારી જિલે નરિમાન પોઇન્ટ (Nariman Point)અને રાજ્ય સચિવાલય મંત્રાલય સહિત દક્ષિણ મુંબઈનો (South Mumbai)એક મોટો ભાગ સમુદ્ધ તળ વધવાના કારણે પાણીની અંદર ગરકાવ થઇ જશે. મહારાષ્ટ્રના પર્યાવરણ અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે (Aditya Thackeray)દ્વારા મુંબઈ જલવાયુ કાર્ય યોજના અને તેની વેબસાઇટના ઉદ્ઘાટન પ્રસંગે ચહલે કહ્યું કે શહેરના દક્ષિણ મુંબઈમાં એ, બી. સી અને ડી વોર્ડનો 70 ટકા ભાગ જલવાયું પરિવર્તનના કારણે જળમગ્ન થઇ જશે.

    તેમણે કહ્યું કે પ્રકૃતિ ચેતવણીઓ આપી રહી છે પણ લોકો જાગ્યા નહીં તો સ્થિતિ ખતરનાક થઇ જશે. કફ પરેડ, નરિમાન પોઇન્ટ અને મંત્રાલય જેવા 80 ટકા વિસ્તાર પાણીમાં હશે. મતલબ ગાયબ થવા જઈ રહ્યા છે. તેમણે એ પણ કહ્યું કે ફક્ત 25-30 વર્ષની વાત છે કારણ કે 2050 ઘણું દૂર નથી. ઇકબાલ સિંહ ચહલને કહ્યું કે આપણને પ્રકૃતિથી ચેતવણીઓ મળી રહી છે અને જો આગળ આપણે નહીં જાગીએ તો આગામી 25 વર્ષ માટે ખતરનાક સ્થિતિ હશે. તેનાથી ફક્ત આગામી પેઢી જ નહીં વર્તમાન પેઢી પણ પ્રભાવિત થશે.

    આ પણ વાંચો - કોવિડ-19 : ભારતે એક દિવસમાં 1 કરોડથી વધારે વેક્સીનેશનનો બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

    તેમણે કહ્યું કે મુંબઈ દક્ષિણ એશિયાનું પ્રથમ શહેર છે જે પોતાની જલવાયું કાર્ય યોજના તૈયાર કરીને તેના પર કાર્ય કરી રહ્યું છે. ચહલે કહ્યું કે ગત વર્ષે 129 વર્ષમાં પ્રથમ વખત કોઇ ચક્રવાત (નિસર્ગ) મુંબઈથી ટકરાયું અને તેના પછી છેલ્લા 15 મહીનામાં ત્રણ ચક્રવાત આવ્યા છે. આ પછી 5 ઓગસ્ટ 2020ના રોજ નરિમાન પોઇન્ટ પર લગભગ 5 થી 5.5 ફૂટ પાણી જમા થઇ ગયું હતું.

    તેમણે કહ્યું કે તે દિવસે ચક્રવાતની કોઇ ચેતાવણી ન હતી. જોકે માપદંડોને જોતા તે એક ચક્રવાત જ હતું. શહેરે હાલમાં કેટલીક પ્રતિકુળ મોસમી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે અને 17 મે ના રોજ 214 મિમી વરસાદ થયો હતો. જ્યારે મોનસૂન શહેરમાં 6 કે 7 જૂને આવે છે.

    બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ એક વિજ્ઞપ્તિમાં કહ્યું કે મુંબઈ જલવાયું કાર્ય યોજના અંતર્ગત વધી રહેલા જલવાયું અનિશ્ચિતતાને જોતા આંકડોના મૂલ્યાંકનમાં તે ક્ષેત્રો અને સમુદાયની ઓળખ કરવામાં આવી છે જે સૌથી વધારે અસુરક્ષિત છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: BMC commissioner, Climate change, મુંબઇ

    આગામી સમાચાર