મુંબઈ : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ હાલ વરસાદની આફતથી ઘેરાયેલી છે. છેલ્લા બે દિવસથી મોટાભાગના વિસ્તારમાં ધમાકેદાર વરપસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ચેમ્બુર અને અંધેરીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ બધા વચ્ચે રવિવારે મુંબઈના કોલાબા વિસ્તારના સમુદ્ર કિનારે હાઈ ટાઈડ ટકરાયું હતું. બૃહમુંબઈ નગર નિગમે હાઈ ટાઈડની ચેતાવણી જાહેર કરી લોકોને સમુદ્ર કિનારા નજીક ન જવાની સલાહ આપી છે.
કોલાબામાં સમુદ્ર કિનારે રહેતા માછીમારોને ઘરોમાં પાણી ભરાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. તેમણે સ્થાનીક તંત્ર પાસે મદદની માંગ કરી છે. એક સ્થાનીકના કહેવા અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અમે અમારી સુરક્ષાને લઈ ડરી ગયા છીએ, અમે નીચાણવાળા વિસ્તારમાં રહીએ છીએ. પાણી ભરાઈ જવાના કારણે ખાર સબવેને અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગે રવિવારે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
અનેક વિસ્તારમાં પાણી ભરાયા
સાયન અને મિલન સબવે જેવા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સૂચના મળી છે. કિંસ સર્કલમાં પણ ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે. ઝાડ પડવાની અત્યાર સુધીમાં 19 ફરિયાદ મળી ચુકી છે. પરંતુ રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. સ્થાનીક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઠાણેમાં એક જગ્યા પર દિવલ ધરાશાયી થવાની ઘટના બની છે, પરંતુ તેમાં કોઈ જાનહાની નથી પહોંચી.
Maharashtra: Fishermen living in Mumbai's Colaba seek help from local administration fearing waterlogging in their houses due to incessant rainfall. A local says,"From past 3 days it's raining heavily. We're scared for our safety, we live in low lying areas. Admin should help us" pic.twitter.com/mDBcrKOolk
મૂશળધાર વરસાદના પગલે સાયન પોલીસ સ્ટેશનના ગેટ અને તેની આસ-પાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અને ભારે વરસાદને પગલે હવે પાણી પોલીસ સ્ટેશમાં આવી પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ સ્ટેશનમાં પાણી ભરાવાનો ખતરો વધી રહ્યો છે. પોલીસકર્મીઓ પાણીમાં ઘુસી પોલીસ સ્ટેશનમાં ડ્યુટી પર આવી રહ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર