મિલિંદ દેવડાએ મુંબઈ અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામું

રાહુલ ગાંધી બાદ હવે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષે આપ્યું રાજીનામુ

મિલિંદ દેવડાએ કહ્યું કે, તે પાર્ટીમાં સ્થાયિત્વ લાવવા માટે રાષ્ટ્રીય સ્તર પર ભૂમિકા નિભાવવા માંગે છે.

 • Share this:
  રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમણે અગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મુંબઈ કોંગ્રેસનું નેતૃત્વ કરવા માટે ત્રણ સભ્ય પેનલનો પણ પ્રસ્તાવ આપ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, મિલિંદ દેવડાએ કહ્યું કે, તે પાર્ટીમાં સ્થાયિત્વ લાવવા માટે રાષ્ટ્રીય સ્તર પર ભૂમિકા નિભાવવા માંગે છે. માલૂમ થાય કે, રાહુલ ગાંધીએ 25મેના રોજ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

  મિલિંદ દેવડા તરફથી રવિવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પડકાર વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, બીજેપી-શિવસેના અને પ્રકાશ આંબેડકરની વંચિત અઘાડીના પ્રભાવને સમાપ્ત કરવું પાર્ટી માટે મોટો પડકાર હશે. મિલિંદ દેવડાએ 26 જૂનના રોજ નવી દિલ્હીમાં રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી. તેના તૂરંત બાદ જ તેમણે મુંબઈ કોંગ્રેસની કમાન છોડવાની ઈચ્છા દર્શાવી હતી.

  પાર્ટીના શીર્ષ નેતૃત્વને આપી જાણકારી
  મિલિંદ દેવડા તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈ કોંગ્રેસનું અધ્યક્ષ પદ છોડવાના નિર્ણયની જાણકારી પાર્ટીના શિર્ષ નેતૃત્વને આપી દીધી છે. તેમણે કહ્યું કે, મુંબઈ કોંગ્રેસનું અધ્યક્ષ પદ છોડવાની જાણકારી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલને પણ આપી દીધી છે.

  લોકસભા ચૂંટણી બાદ પરિસ્થિતિ બદલાઈ
  મિલિંદ દેવડાએ લોકસભા ચૂંટણીના પરિણામો પર પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણી પરિણામ બાદ રાજનૈતિક વાસ્તવિકતાઓ બદલાઈ ગઈ છે. એવામાં કોંગ્રેસ નેતા સમયની માંગ અનુસાર, જવાબદારી સંભાળવા માટે તૈયાર રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે, મિલિંદ દેવડાને લોકસભા ચૂંટણી પહેલા મુંબઈ કોંગ્રેસની જવાબદારી આપવામાં આવી હતી.
  Published by:kiran mehta
  First published: