Home /News /national-international /મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપનાર બિહારમાંથી ઝડપાયો, મોબાઈલ પણ જપ્ત કર્યો

મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપનાર બિહારમાંથી ઝડપાયો, મોબાઈલ પણ જપ્ત કર્યો

અંબાણી પરિવાર (ફાઈલ ફોટો)

Threat Call: આ અગાઉ પોલીસે દાવો કર્યો હતો કે, RILના ચેરમેન તથા એમડી મુકેશ અંબાણી અને તેમના પરિવારને જે મોબાઈલ ફોન પરથી ધમકી આપી હતી,

    રભંગા: જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ મામલામાં બિહારના દરભંગા જિલ્લામાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. જે મોબાઈલ ફોનથી ધમકી આપવામાં આવી હતી. તેને પણ જપ્ત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મુંબઈમાં સર એચએન રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક અજાણ્યા નંબરથી બુધવારે ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. કોલરે આ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઉપરાંત રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તથા એમડી મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને બંને દિકરા આકાશ તથા અનંત અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલામાં મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

    ambani family threat case
    ધમકી આપનાર શખ્સ


    આ પણ વાંચો: અંબાણી પરિવારને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી, હોસ્પિટલને બોમ્બથી ઉડાવાની વાત કહી

    પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ગુરુવારે મુંબઈ પોલીસે દરભંગાના મનગાછી વિસ્તારના બ્રહ્મપુરા ગામમાં સર્ચ કર્યું હતું.પોલીસે મુકેશ અંબાણી અને તેના પરિજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપમાં બ્રહ્મપુરા ગામ નિવાસી રાકેશ કુમાર મિશ્રની ધરપકડ કરી છે. એસએસપી અવકાશ કુમારે આખી ઘટનાની પુષ્ટિ કરી છે. મુંબઈ પોલીસ રાકેશ કુમાર મિશ્રને પોતાની સાથે લઈ ગઈ છે. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં રાકેશ સાથે પૂછપરછ કરશે. બ્રહ્મપુરામાં અચાનક પોલીસ પહોંચી જતાં ગામલોકોમાં ફફડાટ બેસી ગયો હતો.


    આ અગાઉ પોલીસે દાવો કર્યો હતો કે, RILના ચેરમેન તથા એમડી મુકેશ અંબાણી અને તેમના પરિવારને જે મોબાઈલ ફોન પરથી ધમકી આપી હતી, તેની ઓળખાણ થઈ ચુકી છે. પોલીસે બુધવારે જ જણાવ્યું હતું કે, ફોન કોલ મહારાષ્ટ્રની બહારથી આવ્યો છે. ફોન કોલ ટ્રેસ કર્યા બાદ બિહારના દરભંગા જિલ્લામાંથી ધરપકડ થઈ હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Mukesh aambani

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन