મુંબઈ : મુંબઈમાં ધોધમાર વરસાદે (Mumbai Monsoon)જન જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈના સાયન, બોરિવલી, કાંદિવલી સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા (Mumbai rain) છે. અંધેરી સબ વે પાણી ભરાવવાના કારણે બંધ કરવો પડ્યો છે. મુંબઈમાં આગામી શુક્રવાર સુધી ભારે વરસાદની સંભાવના (Weather Update)છે. ભારતીય મોસમ વિભાગે શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
મોસમ વિભાગે પાંચ દિવસના પૂર્વાનુમાનમાં જણાવ્યું કે મુંબઈ અને ઠાણેમાં શુક્રવાર સુધી ભારે વરસાદ પડી શકે છે. સ્થિતિને જોતા ઘણા સ્થાને એનડીઆરએફની ટીમો રાખવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રશાસનને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. નદીયોના જળસ્તર ઉપર પણ નજર રાખવા કહ્યું છે.
મુંબઈમાં સોમવારે સાંજે પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે પાણી ભરાઇ ગયા હતા. TOI ના મતે સવારે 8.30 થી સાંજે 8.30 સુધી કોલોબા ઓબ્ઝર્વેટરીએ 66.4 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે સાંતાક્રુઝમાં 40.4 મિમી વરસાદ નોંધાયો છે. રાત્રે પણ વરસાદ વરસ્યો હતો.
આગામી કેટલાક દિવસ ભારે વરસાદ અને નદીઓની સંભવિત સ્થિતિને જોતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અધિકારીઓને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું કે સીએમએ રાયગઢ અને રત્નાગિરી જિલ્લાના કલેક્ટરોને નજર રાખવા કહ્યું છે. સ્થિતિની ગંભીરતા જોતા ઘણા વિસ્તારમાં એનડીઆરએફની ટીમો તૈયાત કરી દેવામાં આવી છે. મુંબઈ સિવાય નાગપુર, ચિપલુન, રત્નાગિરી, મહાડ અને રાયગઢમાં પણ એનડીઆરએફની ટીમો લગાડવામાં આવી છે.
ગુજરાતમાં સોમવારે 156 તાલુકામાં વરસાદ
રાજ્યભરમાં વરસાદી (Gujarat Monsoon 2022 ) માહોલ છવાયું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે સોમવારે 156 તાલુકામાં વરસાદ (Gujarat rain) નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના (Valsad rain) ઉમરગામમાં 6.36 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડના પારડીમાં 5.44 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ (Gujarat rain forecast) રહેશે. આ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આઠમી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર