મુંબઈ. ખાર રેલવે સ્ટેશન (Khar Railway Station) એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં પ્રેમમાં નિષ્ફળ યુવકે યુવતીએ લગ્ન કરવાની ના પાડતાં તેને લોકલ ટ્રેન (Local Train)ની નીચે ફેંકવાનો પ્રયાસ કર્યો છે. નસીબજોગે જે સમયે યુવકે આ ઘટનાને અંજામ આપ્યો, તે સમયે યુવતીની એક દોસ્ત તેની સાથે હતો, જેણે યુવકને રોકવાનો પ્રયાસ કર્યો અને યુવતીને બચાવવામાં સફળ રહ્યો. ત્યારબાદ જ્યારે લોકો એકત્ર થવા લાગ્યા તો યુવક ત્યાંથી ભાગી ગયો. જોકે બાદમાં જીઆરપીએ આરોપી યુવકની ધરપકડ કરી લીધી.
રેલવે પોલીસ પાસેથી મળતી જાણકારી મુજબ, સુમેધ જાધવ નામના યુવકને એક યુવતી સાથે એકતરફી પ્રેમ હતો. પરંતુ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ વાતથી નારાજ થઈને 19 ફેબ્રુઆરીએ સુધેમે પહેલા તો ચાલતી ટ્રેનથી કૂદવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ યુવતીને ચાલતી ટ્રેનની નીચે ધકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવતીનો જીવ માંડમાંડ બચી ગયો.
આ પણ જુઓ, બસ ડ્રાઇવર અને કંડક્ટરને પોલીસકર્મીએ બતાવ્યો ‘ખાખીનો રૂઆબ’, વાયરલ થયો Video
મળતી જાણકારી મુજબ, બે વર્ષ પહેલા આરોપી યુવક અને પીડિત યુવતી એક જ ઓફિસમાં કામ કરતા હતા. આ દરમિયાન આરોપી યુવક યુવતીને એકતરફી પ્રેમ કરવા લાગ્યો હતો. ઓફિસમાં કામ કરવા દરમિયાન બંને એકબીજા સાથે વાત કરતા હતા પરંતુ બાદમાં આરોપી યુવક યુવતીને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગ્યો. પરંતુ યુવતીએ આ પ્રસ્તાવને નકારી દીધો. તેમ છતાંય યુવકે આશા છોડી નહીં અને તે યુવતીનો પીછો છોડી નહોતો રહ્યો. હેરાન થઈને યુવતીએ નિર્મલ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસ શાંત રહ્યા બાદ તે ફરીથી પીડિત યુવતીનો પીછો કરવા લાગ્યો.
આ પણ વાંચો, અહમદનગરઃ પહેલા પત્ની-બે દીકરાઓને આપ્યું મોતનું ઇન્જેક્શન, બાદમાં ડૉક્ટરે કરી લીધી આત્મહત્યા
19 ફેબ્રુઆરીએ પીડિત યુવતી જેવી ખાર સ્ટેશન પહોંચી તથો આરોપીએ પહેલા તો જાતને ચાલતી ટ્રેનથી છલાંગ મારવાની એક્ટિંગ કરી. ત્યારબાદ યુવતીને ટ્રેનની નીચે ધકેલવાનો પ્રયાસ કરવા લાગ્યો. આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે.
Published by:Mrunal Bhojak
First published:February 21, 2021, 14:30 pm