મુંબઈ : ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી સેલ્ફીથી 'શિકાર' બનાવ્યો, યુવક પર ચાર લોકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

News18 Gujarati
Updated: December 12, 2019, 11:18 AM IST
મુંબઈ : ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી સેલ્ફીથી 'શિકાર' બનાવ્યો, યુવક પર ચાર લોકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
પ્રતિકાત્મક તસવીર

યુવકે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલી સેલ્ફીના આધારે ચારેય આરોપીઓ તેના સુધી પહોંચ્યા હતા, ચારમાંથી એક આરોપી સગીર.

  • Share this:
મુંબઈ : 22 વર્ષના યુવકનું અપહરણ બાદ તેનું જાતિય શોષણ કરવામાં આવ્યાનો એક બનાવ મુંબઈમાં બન્યો છે. પોલીસના કહેવા પ્રમાણે ચાર લોકોએ યુવકનું અપહરણ કરી લીધું હતું, જે બાદમાં તેનું શારીરિક શોષણ થયું હતું. યુવક આ ચારેય સાથે એક સોશિયલ મીડિયા એપ્લિકેશનના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો. આ બનાવ રવિવારે રાત્રે બન્યો હતો. યુવક કુર્લા ખાતે એક રેસ્ટોરન્ટ બહાર ઉભો હતો. આ સમયે બે યુવકો બાઇક પર આવ્યા હતા અને યુવકને કહ્યું હતું કે તેઓ ઇન્સ્ટાગ્રામ પર મિત્રો છે. બંને લોકોએ યુવકને તેની સાથે આવવા કહ્યું હતું.

આ વાત પર યુવક બંને યુવકો સાથે જવા તૈયાર થઈ ગયો હતો અને તેમના બાઇકમાં વચ્ચે બેસી ગયો હતો. પરંતુ જ્યારે યુવકને માલુમ પડ્યું કે તેઓ વિદ્યાવિહાર તરફ જઈ રહ્યા છે ત્યારે તેમણે બાઇક ઉભું રાખવાનું કહ્યું હતું. જે બાદમાં બંને યુવકો પીડિતને વિદ્યાવિહાર રેલવે સ્ટેશન નજીક એક જગ્યાએ લઈ ગયા હતા. અહીં યુવકને એક કારમાં બેસવાનું કહ્યું હતું. કારની અંદર પહેલાથી જ એક વ્યક્તિ બેઠો હતો. જે બાદમાં ત્રણેય વ્યક્તિઓએ કારની અંદર યુવકનું જાતિય શોષણ કર્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ કૃત્યમાં થોડા સમય પછી વધુ એક વ્યક્તિ જોડાયો હતો. જે પીડિતને પેટ્રોલ પંપ પર લઈ ગયો હતો અને તેના ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરી હતી. એટલું જ નહીં યુવકને રસ્તામાં ઉતારી દેતા પહેલા તેની પાસે રહેલા 2000 રૂપિયા રોકડા પણ લૂંટી લીધા હતા.જે બાદમાં પીડિત યુવકે પોલીસને ફોન કર્યો હતો. પોલીસની ટીમે યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ મામલે કુર્લાના વિનોબા ભાવે પોલીસ સ્ટેશન ખાતે બળજબરીથી સમલૈંગિક સંબંધ બાંધવા, લૂંટ અને મારપીટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ મામલે તપાસ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી બાઇક અને કારના રજીસ્ટ્રેશન નંબર શોધી કાઢ્યા હતા. જેના આધારે પોલીસે મેહુલ પરમાર (21), આસિફ અલી અન્સારી (23) અને પિયુષ ચૌહાણ (22)ની ધરપકડ કરી છે. આ કેસમાં ચોથો આરોપી સગીર છે, જેની પણ અટકાયત કરી લેવામાં આવી છે.ધરપકડ બાદ ત્રણેય આરોપીને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા, જ્યારે સગીરને બાળ સુધાર હોમમાં મોકલી દેવામાં આવ્યો હતો.પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, પીડિતે એક રેસ્ટોરન્ટ બહાર તેની સેલ્ફી લીધી હતી. આ સેલ્ફી તેણી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. એટલું જ નહીં તેણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેનું લોકેશન પણ લખ્યું હતું. પોસ્ટ પરથી અમે તેને શોધી કાઢ્યો હતો. યુવક એ જ રેસ્ટોરન્ટ બહાર મળી આવ્યો હતો, જેની સેલ્ફી તેણે ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી.
First published: December 12, 2019
વધુ વાંચો
अगली ख़बर