Home /News /national-international /

73 વર્ષીય લગ્નોત્સુક વૃદ્ધને રૂ.1 કરોડથી વધુનો ચૂનો ચોપડી યુવતી રફુચક્કર

73 વર્ષીય લગ્નોત્સુક વૃદ્ધને રૂ.1 કરોડથી વધુનો ચૂનો ચોપડી યુવતી રફુચક્કર

તસવીર: Shutterstock

2010માં, ડિસુઝાએ સેન્ટાક્રુઝના ડોમેસ્ટિક એરપોર્ટ નજીક તેના પિતાનો પ્લોટ વેચી દીધો હતો, જેમાં તેને કિંમતનો 20 ટકા હિસ્સો મળ્યો હતો, જેની રકમ 2 કરોડ રૂપિયા હતી.

  મુંબઈ: લગ્ન કરવા ઇચ્છુક 73 વર્ષના પ્રૌઢને યુવતીએ રૂ.1.3 કરોડનો ચૂનો ચોપડ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવ મુંબઈનો છે. જ્યાં ફાઈનાન્સ કંપની (Finance company)માં કામ કરતા અને મલાડમાં માલવાણી ખાતે રહેતા જેરોન ડીસુઝા (Jeron D’Souza)એ અંધેરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે કહ્યું છે કે, શાલિનીસિંઘ (Shalini Singh) નામની યુવતીએ તેને લગ્ન કરવાનું વચન આપી રૂ.1 કરોડથી વધુની છેતરપિંડી (Cheating) કરી હતી. લગ્ન કરી, વૃદ્ધાવસ્થામાં કાળજી રાખશે તેવું કહી યુવતીએ પૈસા માંગ્યા હતા. આમ તો જેરોન ડિસોઝાએ આ ફરિયાદ ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં નોંધાવી હતી, પરંતુ પોલીસ ચોપડે હવે ચઢી છે.

  હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, શાલિની સિંહે ડિસુઝાને પ્રપોઝ કર્યું હતું. શાલિનીને બિઝનેસ કરવો હતો. જેમાંથી થનારા નફામાં બંન્નેનો ભાગ રહેશે તેવું કહ્યું હતું. જેથી ડિસુઝાએ તેણીના બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

  આ પણ વાંચો: રાજ્ય સરકારના મંત્રીના 'વ્યવહાર'ની વાત વિધાનસભાના ધારાસભ્યોમાં ચર્ચાનું કેન્દ્ર બની!

  ઉલ્લેખનીય છે કે, 2010માં, ડિસુઝાએ સેન્ટાક્રુઝના ડોમેસ્ટિક એરપોર્ટ નજીક તેના પિતાનો પ્લોટ વેચી દીધો હતો, જેમાં તેને કિંમતનો 20 ટકા હિસ્સો મળ્યો હતો, જેની રકમ 2 કરોડ રૂપિયા હતી. આ પૈસા એક ખાનગી બેંકમાં ચાર ફિક્સ ડિપોઝિટ તરીકે રોક્યા હતા. આ બેંકમાં શાલિનીસિંઘ કામ કરતી હતી.

  હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2019માં ડિસુઝાને ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજના કારણે મસમોટી રકમ મળી હતી. ત્યારબાદ શાલિનીસિંઘે તેની મિત્ર બની હતી અને બંન લંચ અને ડિનર માટે રેસ્ટોરન્ટમાં મળવા લાગ્યા હતા.

  આ પણ વાંચો: રાજકોટ: લગ્ન જીવનમાં બે વાર ભંગાણ, ઇમિટેશનનું કામ ન ચાલતા શરૂ કર્યો જ્યોતિષનો ધંધો!

  ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ ડિસુઝા પાસેથી પૈસા મળી ગયા બાદ શાલિનીએ તેની સાથેના સંપર્ક કાપી નાખ્યા હતા અને પૈસા લઈ પોતાના ગામડે ચાલી ગઈ હતી. જ્યાં તેણે કથિત રીતે બીજા સાથે લગ્ન કરી લીધા હતા.ત્યારબાદ ડિસુઝાને છેતરાયા હોવાનું અનુભવાયું હતું. જેથી તેણે પોલીસ સ્ટેશન અને જ્યાં શાલિની કામ કરતી હતી તે બેન્કમાં લેખિત અરજી કરી હતી.

  આ પણ વાંચો: ન્યાય માટે ગયેલી 26 વર્ષની પરિણીતા પર PSIનું દુષ્કર્મ; સગીર પ્રેમિકાને પ્રેમીએ દેહવેપારમાં ધકેલી દીધી

  ડેબિટ કાર્ડ માટે મદદ માંગવા આવેલા વૃદ્ધાને કોલેજીયન યુવતીએ છેતરી લીધા

  વરિષ્ઠ નાગરિક સાથે છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ડેબિટ કાર્ડના પીન માટે પાડોશી યુવતીની મદદ માંગવા ગયેલી વૃદ્ધા સાથે છેતરપિંડી થઈ હતી. દિલ્હી નહેરુ વિહારની આ ઘટના છે. જેમાં યુવતીએ નવેમ્બર 2019થી માર્ચ 2020 સુધીમાં તેના પાડોશી સાથે રૂ. 23,800ની છેતરપિંડી કરી હતી.

  વિગતો મુજબ સ્વાતિ (નામ બદલ્યું છે) પાસે તેના પાડોશી મોબાઈલ વોલેટ ટ્રાન્જેક્શન માટે અવારનવાર મદદ માંગતા હતા. દરમિયાન નવેમ્બર મહિનામાં તે વૃદ્ધ પાસે નવું ડેબિટ કાર્ડ આવતા તેઓ સ્વાતિ પાસે પીન જનરેશન કરાવવા પહોંચ્યા હતા. જેથી સ્વાતિએ તેમને પીન જનરેશન કરી દીધું હતું. આ બાદ થયેલી છેતરપિંડીનો ભાંડાફોડ વૃદ્ધાના પુત્રએ કર્યો હતો. તેણે સ્ટેટમેન્ટ ચેક કર્યા હતા જેમાં અનઓથોરાઇઝ્ડ ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Marriage, Money, Old man, છોકરી, ઠગાઇ, મુંબઇ

  આગામી સમાચાર