રાજ્યપાલ પાસે વિશેષ અધિકાર, ફ્લોર ટેસ્ટની તારીખ આપવા મજબૂર નથી: સંવિધાન વિશેષજ્ઞ

News18 Gujarati
Updated: November 23, 2019, 10:33 PM IST
રાજ્યપાલ પાસે વિશેષ અધિકાર, ફ્લોર ટેસ્ટની તારીખ આપવા મજબૂર નથી: સંવિધાન વિશેષજ્ઞ
રાજ્યપાલ પાસે એ પણ અધિકાર છે કે, તે કોને મુખ્યમંત્રી નિયુક્ત કરે છે. તે રાજ્યપાલના વિવેક પર નિર્ભર કરે છે

શિવસેનાએ શનિવારે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના સીએમ અને અજિત પવારને ડ઼ે. સીએમ તરીકે શપથ લેવડાવવાના વિરોધમાં સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે.

  • Share this:
મહારાષ્ટ્રમાં તાજા રાજનૈતિક ઘટનાક્રમ બાદ રાજ્યપાલની ભૂમિકાને લઈ જાત-જાતના પ્રશ્ન ઉઠી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે સવારે બીજેપી નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની શપથ લેવડાવી. એનસીપી નેતા અજિત પવારને ઉપ મુખ્યમંત્રી પદ માટે શપથ લેવડાવ્યા. પરંતુ, આ નિર્ણયને લઈ વિપક્ષી પાર્ટીઓએ પ્રશ્ન ઉઠાવ્યા છે. કોંગ્રેસ, શિવસેના અને એનસીપી નેતા શરદ પવારે રાજ્યપાલના આ નિર્ણયને સંવિધાન અંતર્ગત નથી માન્યો.

શું કહે છે સંવિધાન વિશેષજ્ઞ
રાજ્યપાલના આ નિર્ણય પર સંવિધાન વિશેષજ્ઞોએ પોતાનો વિચાર રજૂ કર્યો છે. દેશના જાણિતા સંવિધાન વિશેષજ્ઞ અને લોકસભાના પૂર્વ મહાસચિવ સીકે જૈને ન્યૂઝ18 સાથે વાત કરતા કહ્યું કે, રાજ્યપાલ મોટાભાગે ત્રણથી 10 દિવસની અંદર બહુમત સાબિત કરવા માટે સમય આપી દે છે. આ એક આદર્શ સ્થિતિ છે, પરંતુ સંવિધાનમાં એવું સ્પષ્ટ નથી લખવામાં આવ્યું કે, રાજ્યપાલે એક બહુમત સાબિત કરવા માટે એક નિશ્ચિત સમયગાળા દરમિયાન જ સમય આપવો પડે. આ રાજ્યપાલનો વિશેષાધિકાર અને સ્વવિવેક છે કે તે 3 દિવસનો સમય આપે અથવા તેનાથી વધારે. મહારાષ્ટ્રમાં જો રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે સમય ન આપ્યો તો, વિપક્ષી પાર્ટીઓએ રાજ્યપાલને મળી સદન બોલાવવાનું કહેવું જોઈએ.

જૈન આગળ કહે છે કે, રાજ્યપાલ પાસે એ પણ અધિકાર છે કે, તે કોને મુખ્યમંત્રી નિયુક્ત કરે છે. તે રાજ્યપાલના વિવેક પર નિર્ભર કરે છે, તે સંતુષ્ટ હોય તો તે મુક્યમંત્રી તરીકે નિયુક્ત કરી શકે છે. રાજ્યપાલ દ્વારા પોતાના વિવેકથી લેવામાં આવેલો નિર્ણયને કોઈ પણ કોર્ટમાં પડકારી નથી શકાતી.

જોકે, શિવસેનાએ શનિવારે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના સીએમ અને અજિત પવારને ડ઼ે. સીએમ તરીકે શપથ લેવડાવવાના વિરોધમાં સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે. બીજેપીનો દાવો છે કે, તેમની પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે.

કેબિનેટની મંજૂરી વગર હટાવવામાં આવ્યું રાષ્ટ્રપતિ શાસનમહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવા માટે કેબિનેટની મંજૂરી નથી લેવામાં આવી તેનો નિર્ણય પ્રધાનમંત્રીએ સ્વયં લીધો. ભારત સરકાર (કાર્ય-સંચાલન) નિયમ (THE GOVERNMENT OF INDIA TRANSACTION OF BUSINESS RULES) અનુસાર, સંવિધાનના અનુચ્છેદ 77ની ત્રીજી ઉપકલમ અનુસાર, સરકારના કામકાજને કોઈ પણ વિઘ્ન વગર ચલાવવા માટે રાષ્ટ્રપતિએ કેટલાક નિયમ બનાવ્યા હતા.

રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા આ નિયમ 4 જાન્યુઆરી, 1961ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમોમાં 12મા નિયમ અનુસાર, પ્રધાનમંત્રી કોઈ પણ મામલે અથવા કોઈ પણ વર્ગના મામલામાં અનુમતી આપી શકે છે, અથવા નિયમોથી પ્રસ્થાન કરી શકે છે. તે હદ સુધી તેને જરૂરી સમજે છે (તે હદ સુધી નિયમોથી પ્રસ્થાન કરી શકે છે). આનો જ પ્રયોગ કરતા મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું
First published: November 23, 2019, 10:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading