મહારાષ્ટ્ર : બોઈસરની કેમિકલ ફેક્ટરીમાં BLAST, ફેક્ટરીના માલિક સહિત 8 ભડથું

News18 Gujarati
Updated: January 11, 2020, 10:54 PM IST
મહારાષ્ટ્ર : બોઈસરની કેમિકલ ફેક્ટરીમાં BLAST, ફેક્ટરીના માલિક સહિત 8 ભડથું
બોઈસર કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ - 8ના મોત

આ બ્લાસ્ટનો અવાજ 20થી 25 કિમી સુધી સંભળાયો હતો - આ વિસ્ફોટ બાદ આસ-પાસના તમામ વિસ્તારોની વિજળી પૂરી રીતે બંધ કરી દેવામાં આવી હતી

  • Share this:
તારાપુર બોઈસરમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં 8થી 9 લોકોના મોત થયાની આસંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિસ્ફોટમાં ફેક્ટરીના માલિકનું પણ થઈ ગયું છે. આ ઘટના તારાપુરની અમોનિયમ નાઈટ્રેટ કંપનીમાં બની છે. મુખ્યમંત્રી ઉદ્દવ ઠાકરેએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોની તમામ સારવારનો ખર્ચ સરકાર તરફથી આપવાની જાહેરાત કરી છે.

8 મજૂરોના મોત
મળતી જાણકારી અનુસાર, તારાપુરની એમઆઈડીસી વિસ્તારમાં એમ-2 પ્લાન્ટમાં મોડી સાંજે 6 કલાકની આસપાસ ભયંકર વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં કંપનીના માલિક સહિત 8 મજૂરોના મોત થયા છે. વિસ્ફોટના કારણે કંપનીની આસ-પાસની એક ઈમારત પણ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે, કેપનીના કેટલાક અવશેષો બીજી કંપનીમાં ઉડીને પડ્યા હતા.

ફેક્ટરીમાં બનતું હતું એમોનિયન નાઈટ્રેટ
પોલીસ પ્રવક્તા હેમંત કાટકરે જણાવ્યું કે, આ કંપનીમાં અમોનિયમ નાઈટ્રેટ નામનું વિસ્ફોટક રસાયણ બનાવવામાં આવતું હતું. આ બ્લાસ્ટનો અવાજ 20થી 25 કિમી સુધી સંભળાયો હતો. તમને જણાવી દઈએ કે, દહાનુ અને પાલઘરના ગામોમાં પણ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ વિસ્ફોટ બાદ આસ-પાસના તમામ વિસ્તારોની વિજળી પૂરી રીતે બંધ કરી દેવામાં આવી હતી. તારાપુર એમઆઈડીસી ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું અને રાહત બચાવ કામગીરી શરૂ કરી ઘાયલોને બહાર કાઢ્યા હતા.

હેમંત કાટકરેએ જણાવ્યું કે, વિસ્ફોટમાં આઠ લોકો મર્યા છે. કાટમાળમાંથી ઘાયલોને કાઢવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ હતી, જેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, મુંબઈથી 100 કિમી દૂર બોઈસરમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (એમઆઈડીસી) વિસ્તારમાં આ કંપની સ્થિત છે.ઉલ્લેખનીય છે કે, વડોદરાના પાદરામાં આવેલી એમ્સ ઓક્સિજન પ્લાન્ટમાં એકા એક વિસ્ફોટ થયો હતો. જેમાં કુલ 8 લોકોના મોત થયા છે. તો 5થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઓક્સિજન પ્લાન્ટમાં જ્યારે વિસ્ફોટ થયો ત્યારે 3 કિલોમીટર વિસ્તારમાં ભૂકંપ જેવી કંપારી છુટી હતી.
First published: January 11, 2020, 10:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading