શિવસેનાનું સખ્ત વલણ : 144 સીટો નહીં તો ભાજપ સાથે ગઠબંધન પણ નહીં

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સાથે 50-50ની ફૉર્મ્યૂલા પર શિવસેના અડગ

News18 Gujarati
Updated: September 19, 2019, 12:37 PM IST
શિવસેનાનું સખ્ત વલણ : 144 સીટો નહીં તો ભાજપ સાથે ગઠબંધન પણ નહીં
શિવસેના સાંસદ સંજય રાઉત (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: September 19, 2019, 12:37 PM IST
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં તમામ પાર્ટીઓ વિધાનસભા ચૂંટણી (Assembly Election)ની તૈયારીમાં લાગી ગઈ છે, પરંતુ સીટ વહેંચણીને લઈ ભાજપ (BJP) અને શિવસેના (Shiv Sena)ની વચ્ચે ચાલી રહેલા ખેંચતાણ સતત વધતી જઈ રહી છે. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત (Sanjay Raut)એ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની પાર્ટી બરાબરીની સ્થિતિમાં જ ભાજપ સાથે મળી ચૂંટણી લડશે. સંજય રાઉતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 144 સીટો નહીં મળે તો ભાજપની સાથે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન (Alliance) પણ નહીં કરવામાં આવે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 સીટ છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને શિવસેનાની વચ્ચે રાજ્યમાં સીટોની વહેંચણીને લઈ સ્થિતિ સ્પષ્ટ થતી નથી લાગી રહી. મીડિયા રિપોર્ટ મુજબ, ભાજપ-શિવસેના ગઠબંધનમાં ભાજપ મોટાભાઈની ભૂમિકા નિભાવવા માંગે છે. બીજી તરફ, શિવસેના બરાબરીનો દરજ્જો ઈચ્છે છે. એવામાં બંને પાર્ટીઓની વચ્ચે સીટ વહેંચણીને લઈ ખેંચતાણ ચાલી રહી છે. આવા માહોલમાં સંજય રાઉતનું નિવેદન મહત્વપૂર્ણ છે.

50-50ના ફૉર્મ્યૂલા પર શિવસેના અડગ
Loading...

મૂળે, સંજય રાઉત પહેલા મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતા દિવાકર રાઉતે કહ્યું હતું કે 144 સીટો નહીં મળતાં ભાજપની સાથે ચૂંટણી ગઠબંધન તૂટી શકે છે. તેની પર પ્રતિક્રિયા આપતાં સંજય રાઉતે કહ્યું કે, જ્યારે અમિત શાહ (Amit Shah) અને મુખ્યમંત્રી (દેવેન્દ્ર ફડણવીસ)ની વચ્ચે વાતચીત દરમિયાન 50-50નો ફૉર્મ્યૂલા અપનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો તો આ નિવેદન (દિવાકર રાઉતનું નિવેદન) ખોટું નથી. ચૂંટણી સાથે (ભાજપની) લડીશું, કેમ નહીં લડીએ.

આ પણ વાંચો, સાવરકર જો PM બન્યા હોત તો પાકિસ્તાનનો જન્મ ન થયો હોત : ઉદ્ધવ ઠાકરે

ક્યારેક નરમ, ક્યારેક ગરમ

સીટ વહેંચણી પહેલા શિવસેના પ્રુમખ ઉદ્ધવ ઠાકરેએ આર્ટિકલ 370 વિશે કેન્દ્ર સરકારના વખાણ કર્યા હતા. સાથોસાથ તેઓએ રામ મંદિર બનાવવાની માંગ પણ કરી હતી. તેઓએ કહ્યું હતું કે હવે રામ મંદિર માટે રાહ જોવાનો કોઈ મતલબ નથી. ઠાકરેએ કહ્યું હતું કે અમે શિવસેના કાર્યકર્તાઓને કહ્યું છે કે તેઓ તૈયાર રહે. હવે સમય આવી ગયો છે જ્યારે રામ મંદિરની આધારશિલા અયોધ્યામાં રાખવામાં આવશે. આ એક સપનું છે જેને અમારા સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેએ જોયું હતું.

આ પણ વાંચો, ક્યારેય કોઈ ક્ષેત્રીય ભાષા પર હિન્દી થોપવાની વાત નથી કરી : અમિત શાહ
First published: September 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...