મહારાષ્ટ્ર: આ શું? મજૂરી કામમાં રજા ન લેવી પડે તે માટે 30,000 મહિલાઓએ ગર્ભાશય જ કઢાવી દીધુ

News18 Gujarati
Updated: December 25, 2019, 8:26 PM IST
મહારાષ્ટ્ર: આ શું? મજૂરી કામમાં રજા ન લેવી પડે તે માટે 30,000 મહિલાઓએ ગર્ભાશય જ કઢાવી દીધુ
મહિલાઓ દ્વારા ગર્ભાશય કઢાવી દેવાની ઘટના મુદ્દે મંત્રીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

માસિકના દિવસોમાં મોટી સંખ્યામાં મહિલા મજદુર કામ નથી કરી શકતી. કામમાં રજા પડવાના કારણે મજૂરી નથી મળતી.

  • Share this:
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નીતિન રાઉતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખી અનુરોધ કર્યો છે કે, તે મજદૂરી બચાવવા માટે શેરડી શ્રમિક મહિલાઓ દ્વારા ગર્બાશય કડાવી દેવાની ઘટનાઓ પર રોક લગાવવા માટે હસ્તક્ષેપ કરે.

નિતિન રાઉતનું કહેવું છે કે, મધ્ય મહારાષ્ટ્રના મરાઠાવાડા વિસ્તારમાં મોટી સંખ્યામાં શેરડી શ્રમિક છે, જેમાં મોટી માત્રામાં મહિલાઓની સંખ્યા છે.

શું છે કારણ

મુખ્યમંત્રીને મંગળવારે લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, માસિકના દિવસોમાં મોટી સંખ્યામાં મહિલા મજદુર કામ નથી કરી શકતી. કામમાં રજા પડવાના કારણે મજૂરી નથી મળતી. એવામાં પૈસાની તંગીથી બચવા માટે મહિલાઓ પોતાનું ગર્ભાશય કઢાવી રહી છે, જેથી દર મહિને માસિકની સમસ્યા જ ન આવે અને તેમણે કામમાં રજા ના લેવી પડે.

કોંગ્રેસ નેતા રાઉતનું કહેવું છે કે, આવી મહિલાઓની સંખ્યા લગભગ 30000 છે. રાઉતનું કહેવું છે કે, શેરડીની સિઝન છ મહિનાની હોય છે. આ મહિનાઓમાં જો શેરડી પેરાઈ ફેક્ટરીઓ પ્રતિ મહિના ચાર દિવસની મજૂરી આપવા રાજી થઈ જાય તો, આ સમસ્યાનું સમાધાન આવી શકે છે.

મંત્રીએ કર્યો આ અનુરોધકોંગ્રેસ નેતા રાઉતે પોતાના પત્રમાં ઠાકરેને અનુરોધ કર્યો કે, તે માનવીય આધાર પર મરાઠાવાડા વિસ્તારમાં શેરડી મહિલા મજૂરોની સમસ્યાના સમાધાન માટે સંબંધિત વિભાગને આદેશ આપે. નિતિન રાઉત પાસે પીડબલ્યૂડી, આદિવાસી મામલો, મહિલા અને બાળ વિકાસ, કપડા, રાહત અને પુનર્વાસ વિભાગ છે. મહારાષ્ટ્રની ઠાકરે સહિતની ગઠબંધન સરકારમાં શિવસેનાના સહિત કોંગ્રેસ અને રાકાંપા (NCP) પણ સામેલ છે.
First published: December 25, 2019, 8:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading