જન્મદિવસે જ કાળ નડ્યો, સ્વિમિંગ પૂલમાં પડી જવાથી 2 વર્ષના બાળકનું મોત - VIDEO
પુણેમાં બે વર્ષના બાળકનું ડુબી જવાથી મોત
2 Year old boy Drowned-મુંબઈ (Mumbai)ના લોનાવાલા (Lonavala) વિસ્તારમાં સ્વિમિંગ પૂલ (swimming pool) માં પડી જવાથી 2 વર્ષના બાળકનું મોત થયું,નાસિકના રહેવાસી અખિલ પવાર તેમના જોડિયા બાળકોના જન્મદિવસની ઉજવણી કરવા લોનાવાલા આવ્યા, જ્યા એક પ્રાઇવેટ બંગ્લોમાં આ ઘટના બની
મહારાષ્ટ્રમાં મુંબઈના લોનાવાલા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,(Maharashtra News) જ્યાં સ્વિમિંગ પૂલમાં પડી જવાથી 2 વર્ષના બાળકનું મોત થયું છે. નાસિક માડિયાના રહેવાસી અખિલ પવાર તેમના જોડિયા બાળકો શિવબા અને વૈષ્ણવીના જન્મદિવસની ઉજવણી કરવા તેમના પરિવાર સાથે લોનાવાલા ગયા હતા. આ બનાવ બન્યો ત્યારે તેઓ લોનાવલામાં એક ખાનગી બંગલામાં રોકવા ગયા હતા. માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો ચેક-ઇનમાં વ્યસ્ત હતા. ત્યારે શિવબા સ્વિમિંગ પૂલ પાસે રમવા ગયો અને પૂલમાં પડ્યો, જેના કારણે તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના બંગલાના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. બાળકના મૃત્યુથી સમગ્ર પરિવાર શોકમાં છે.(two year old boy drowned)
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં, એક ખાનગી બેંકમાંથી 12.20 કરોડ રૂપિયાની ચોરી કરવા બદલ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.(Thane bank robbers caught) એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. આ ઘટના 9 જુલાઈના રોજ ડોમ્બીવલીના માનપાડા વિસ્તારની બેંકમાં બની હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારી અનિલ હોનરાવે એક નિવેદનમાં જણાવ્યું કે એક બાતમીના આધારે, થાણે ક્રાઈમ બ્રાન્ચે સોમવારે છટકું ગોઠવ્યું અને ત્રણ આરોપીઓને મુંબ્રા વિસ્તારમાંથી પકડી પાડ્યા. તેણે જણાવ્યું કે પોલીસે તેની પાસેથી ચોરેલી રકમમાંથી 5.80 કરોડ રૂપિયા રિકવર કર્યા છે. તેમની પોતાની 10 લાખની સંપત્તિ પણ મળી આવી છે. હાલ બાકીની રકમ રિકવર કરવાના પ્રયાસો ચાલુ છે.
પોલીસે ઘટનામાં સામેલ મુખ્ય આરોપી અને અન્ય સાથીઓને પકડવાના પ્રયાસ ચાલુ છે, તેમની સાથે બેંકનો એક કર્મચારી પણ સામેલ છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ઈસરાર, અબરાર હુસૈન કુરેશી (33), શમશાદ અહેમદ રીઝા, અહેમદ ખાન (33) અને અનુજ ગિરી (30) તરીકે થઈ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર