શિરડીમાં ભાષણ દરમ્યાન બગડી નિતિન ગડકરીની તબીયત, મંચ પર લોકોએ સંભાળ્યા

કાળજાળ ગરમી હોવા છતાં નિતિન ગડકરી શિરડીના રહાતામાં આયોજીત એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા.

કાળજાળ ગરમી હોવા છતાં નિતિન ગડકરી શિરડીના રહાતામાં આયોજીત એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા.

 • Share this:
  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની એક રેલીને સંબોધતા સમયે તબીયત બગડેલી જોવા મળી. શનિવારે શિરડીમાં બીજેપીના નેતા નિતિન ગડકરી એક ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમ્યાન તેમને ચક્કર આવવા લાગ્યા. મંચ પર રહેલા લોકોએ તેમને કોઈ રીતે સંભાળી લીધા. તમને જણાવી દઈએ કે, નીતિન ગડકરી અહીં શિવસેનાના ઉમેદવાર સદાશિવ લોખંડે માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. હાલમાં તેમની તબિયત ઠીક છે.

  મળેલી જાણકારી અનુસાર, કાળજાળ ગરમી હોવા છતાં નિતિન ગડકરી શિરડીના રહાતામાં આયોજીત એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમ્યાન ત્રણ વખત તેમણે શરબત પીધો. પરંતુ, ભાષણ દરમ્યાન તેમની તબીયત ખરાબ હોવાનો અંદાજો આવી ગયો હતો. તેમણે પોતાના ભાષણને પૂર્ણ વિરામ આપી દીધો. પરંતુ, જેવું તેમણે માઈક છોડ્યું તો તેમને ચક્કર આવવા લાગ્યા. આ દરમ્યાન મંચ પર ઉપસ્થિત લોકોએ તેમને સહારો આપ્યો અને પાણી પીવડાવ્યું અને તેમના શૂઝ પણ નીકાળ્યા, પાંચ મિનીટ બાદ ગડકરી ફરી ઉઠી ગયા અને ત્યાંથી નીકળી ગયા.

  તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ગત વર્ષે ડિસેમ્બરમાં મહારાષ્ટ્રના જ અહમદનગર જીલ્લામાં એક સભા દરમ્યાન નિતિન ગડકરીની તબીયત બગડી ગઈ હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, ગડકરીના શરીરમાં ઓક્સિજનની અછત થવાના કારણે ચક્કર આવી ગયા હતા.
  Published by:kiran mehta
  First published: