વેક્સીનના બે ડોઝ લગાવી ચૂકેલા લોકો 15 ઓગસ્ટથી મુંબઈ લોકલમાં સફર કરી શકશે

Mumbai Local Train- મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઘટતા કેસોને જોતા રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવી રહી છે

Mumbai Local Train- મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઘટતા કેસોને જોતા રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવી રહી છે

  • Share this:
    મુંબઈ : મહારાષ્ટ્રમાં (maharashtra )કોરોના વાયરસના ઘટતા કેસોને જોતા રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) લોકલ ટ્રેનોને સામાન્ય જનતા માટે ખોલવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 15 ઓગસ્ટથી મુંબઈ લોકલ (Mumbai Local Train)માં તે લોકોને યાત્રા કરવાની મંજૂરી આપી રહ્યું છે જેમણે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે અને બંને ડોઝ લીધાને 14 દિવસ થઇ ગયા હોય.

    ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એક વર્ષ પહેલા અમે વિચાર કર્યો હતો કે એક વર્ષમાં કોવિડ જતો રહેશે પણ આમ થયું નથી. હજુ પણ કેટલી લહેર આવવાની છે તે ખબર નથી. તેમણે કહ્યું કે 15 ઓગસ્ટથી મુંબઈની લોકલ ટ્રેન સર્વિસ શરૂ કરી દેવામાં આવશે. જોકે ટ્રેનમાં યાત્રા કરવા માટે તે લોકોને મંજૂરી આપવામાં આવશે જેમણે કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ લીધા છે.

    આ પણ વાંચો - Tokyo Olympics: એથ્લેટિક્સનો પ્રથમ ગોલ્ડ, સૌથી વધારે મેડલ અને સ્વર્ણિમ યાદો, ટોક્યો ઓલિમ્પિકનું થયું સમાપન

    મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકલ ટ્રેનમાં યાત્રા કરનાર યાત્રી મોબાઇલ એપના માધ્યમથી (લોકલ) ટ્રેન પાસ ડાઉનલોડ કરી શકે છે. જેની પાસે સ્માર્ટફોન નથી તે શહેરના નગરપાલિકા વોર્ડ કાર્યલયોની સાથે-સાથે ઉપનગરીય રેલવે સ્ટેશનોથી ફોટો પાસ લઇ શકે છે.

    આ પણ વાંચો - કોંગ્રેસ સાંસદ શશિ થરુર પણ COWINના પ્રશંસક, કહ્યું- મોદી સરકારના સારા કામની પ્રશંસા કરું છું

    એપ્રિલમાં સસ્પેન્ડ કરવામાં આવી હતી લોકલ ટ્રેન સેવા

    ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોવિડ-19ની મહામારીની ખતરનાક બીજી લહેરના કારણે એપ્રિલમાં ઉપનગરીય ટ્રેન સેવા સામાન્ય લોકો માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં ફક્ત સરકારી કર્મચારી અને અનિવાર્ય સેવામાં રહેલા લોકો જ લોકલ ટ્રેનમાં યાત્રા કરી શકે છે.

    24 કલાકમાં 5 હજારથી વધારે નવા કેસ

    મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5508 કેસ સામે આવ્યો છે. જે એક દિવસ પહેલાની સરખામણીમાં 553 ઓછા છે. 24 કલાકમાં 151 દર્દીઓના મોત થયા છે. મોતની સંખ્યા પણ એક દિવસની પહેલાની સરખામણીમાં 36 ઓછા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,96,307 ટેસ્ટ કર્યા છે.
    Published by:Ashish Goyal
    First published: