ભારે વરસાદના કારણે મુંબઈ લોકલ પર પડ્યું વૃક્ષ, રેલ સેવા પ્રભાવિત

News18 Gujarati
Updated: July 6, 2019, 10:12 AM IST
ભારે વરસાદના કારણે મુંબઈ લોકલ પર પડ્યું વૃક્ષ, રેલ સેવા પ્રભાવિત
સતત પડી રહેલા વરસાદના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈ બેહાલ

સતત પડી રહેલા વરસાદના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈ બેહાલ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દેશની આર્થિક રાજધાની મુંબઈ વરસાદથી પાણી-પાણી થઈ ગયું છે. સતત વરસાદથી મુંબઈવાસી બેહાલ છે. શનિવાર સવારે પણ વરસાદથી મહાનગરની લાઇફલાઇન માનવામાં આવતી મુંબઈ લોકલના એક રૂટની ટ્રેન પર વૃક્ષ પડ્યું.

મુલુંડ સ્ટેશન પર એક વૃક્ષ લોકલ ટ્રેન પર પડ્યું. ત્યારબાદ ટ્રેનને સ્ટેશન પર રોકવી પડી અને આ રુટ પર ચાલનારી લગભગ તમામ ટ્રેનો પ્રભાવિત થઈ ગઈ. દુર્ઘટનાના કારણે રેલ સેવા થોડા સમય માટે રોકાઈ ગઈ.

બે કલાકની મહેનત
Loading...

વૃક્ષ પડવાથી તેની કેટલીક ડાળીઓ ટ્રેનની ભરાઈ ગઈ. તેને હટાવવા માટે રેલવે કર્મચારીઓને ઘણી મહેનત કરવી પડી. લગભગ બે કલાબ બાદ રૂટ પર ટ્રાફીક ફરી શરૂ થઈ શક્યો. જે ટ્રેન પર આ વૃક્ષ પડ્યું તે સ્લો લોકલ હતી.

વરસાદના કારણે મુંબઈ બેહાલ

મુંબઈમાં ગત સપ્તાહથી સતત પડી રહેલા કારણે સ્થિતિ બેહાલ થઈ ગઈ છે. શનિવારે પણ અહીંના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. વરસાદથી શહેરમાં અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે જેના કારણે ટ્રાફીક જામની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ સમસ્યા મુંબઈ પાસે આવેલા થાણેમાં થઈ છે. અહીં પણ સતત પડી રહેલા વરસાદથી રસ્તાઓ પર ઘણું પાણી ભરાઈ ગયું છે. અનેક ગાડીઓ પાણીના કારણે રસ્તા પર બંધ થઈ ગઈ અને લોકો તેને ધક્કા મારતા જોવા મળ્યા.

અત્યાર સુધી 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

મુંબઈમાં અત્યાર સુધી વરસાદના કારણે બનેલી દુર્ઘટનાઓના કારણે 50થી વધુ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદથી હવાઈ અને માર્ગ વાહનવ્યવહાર ઉપર પણ મોટી અસર થઈ છે.
First published: July 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...