Mumbai Rain: ભારે વરસાદથી મુંબઈ બેહાલ, NDRF તૈનાત, હાઈટાઇડની ચેતવણી

News18 Gujarati
Updated: August 6, 2020, 11:34 AM IST
Mumbai Rain: ભારે વરસાદથી મુંબઈ બેહાલ, NDRF તૈનાત, હાઈટાઇડની ચેતવણી
ઈસ્લામ જિમખાના, પારસી જિમખાનાના ગ્રાઉન્ડમાં જાણે નદી વહેતી હોય તેવું દૃશ્ય સર્જાયું

ઈસ્લામ જિમખાના, પારસી જિમખાનાના ગ્રાઉન્ડમાં જાણે નદી વહેતી હોય તેવું દૃશ્ય સર્જાયું

  • Share this:
મુંબઈઃ મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ (Mumbai Rains)ના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. વરસાદના કારણે લોકો ખરાબ સ્થિતિમાં મૂકાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, લોકલ ટ્રેનો બંધ છે. બુધવારે 107 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાયો. તેની સાથે જ ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ગુરુવાર સવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. બીજી તરફ, IMD મુજબ દરિયામાં બપોરે 1:51 વાગ્યે હાઈટાઇટ આવવાની શક્યતા છે. આ દરમિયાન 4.33 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે.

બીજી તરફ, વરસાદના કારણે ઊભી થયેલી કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે મહારાષ્ટ્રમાં NDRFની 16 ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 5 મુંબઈમાં તૈનાત છે. આ ઉપરાંત 4 ટીમ કોલ્હાપુર, 2 ટીમ સાંગલી અને 1-1 ટીમ સતારા, થાણે, પાલઘર, નાગપુર અને રાયગઢમાં તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો, PM મોદીએ અમદાવાદ આગ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું, CM રૂપાણી અને મેયર સાથે કરી વાત

બુધવારે ભારે વરસાદના કારણે રાયગઢ જિલ્લામાં જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટમાં તૈનાત ઉચ્ચ ક્ષમતાવાળી ત્રણ ક્રેન પવન ફુંકાવાના કારણે પલટી ગઈ, પરંતુ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. IMD મુજબ સવારે 8:30 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી મુંબઈમાં ભારે વરસાદ (20 સેમીથી વધુ) પડ્યો. કોલાબામાં 22.9 સેમી, સાંતાક્રૂઝમાં 8.8 સેમી વરસાદ નોંધાયો. પવનની ઝડપ 70 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ અને કોલાબામાં સાંજે લગભગ 5 વાગ્યે 107 કિ.મી.ની ઝડપે જોરદાર પવન ફુંકાયો.

આ પણ વાંચો, અયોધ્યામાં આવું દેખાશે રામ મંદિર, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ

મુંબઈના મરીન ડ્રાઇવ વિસ્તારમાં આવેલા ઈસ્લામ જિમખાના, પારસી જિમખાનાના ગ્રાઉન્ડમાં જાણે નદી વહેતી હોય તેવું દૃશ્ય સર્જાયું. સાથોસાથ મરીન ડ્રાઇવજ સ્ટેશન જવાના રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા. બંને જિમખાનામાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત જિમખાનાની અંદર સુધી પાણી ફરી વળ્યા છે. પાણીમાં બેરિકેટિંગ, વૃક્ષો મોટી સંખ્યામાં ધરાશાયી થયા છે.

વિશેષ બુલેટિન અનુસાર મુંબઈ અને કોંકણ દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં સવાર સુધી 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ત્યારબાદ પવનની ઝડપ ધીમે-ધીમે ઓછી થવાની શક્યતા છે.
Published by: Mrunal Bhojak
First published: August 6, 2020, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading