મુંબઈમાં ધોધમાર વરસાદ, અનેક ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ

ભારે વરસાદ અને એરપોર્ટ પર દ્રશ્યતા ઓછી હોવાના કારણે માત્ર વિદેશથી આવતી  ફ્લાઈટો  જ પ્રભાવીત નથી થઈ રહી, પરંતુ સ્થાનીક ઉડાનો પર પણ તેની અસર પડી રહી છે.

News18 Gujarati
Updated: June 10, 2019, 11:39 PM IST
મુંબઈમાં ધોધમાર વરસાદ, અનેક ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ
ભારે વરસાદ અને એરપોર્ટ પર દ્રશ્યતા ઓછી હોવાના કારણે માત્ર વિદેશથી આવતી  ફ્લાઈટો  જ પ્રભાવીત નથી થઈ રહી, પરંતુ સ્થાનીક ઉડાનો પર પણ તેની અસર પડી રહી છે.
News18 Gujarati
Updated: June 10, 2019, 11:39 PM IST
ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચતા જ ધમાકેદાર વરસાદે મુંબઈ એરપોર્ટની ફ્લાઈટોને પ્રભાવીત કરી છે. ભારે વરસાદના કારણે અહીં ઉડાનો પ્રભાવીત થઈ છે, જેના કારણે ફ્લાઈટને દેશના બીજા સ્થાનો પર ડાયવર્ટ કરવામાં આવી છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દ્રશ્યતા બહુ ઓછી હોવાના કારણે વિમાન નથી ઉતરી શક્યા.

પ્રાપ્ત જાણકારી અનુસાર, યૂનાઈટેડ એરની ન્યૂયોર્ક-મુંબઈ ફ્લાઈટને દિલ્હી મોકલવામાં આવી છે. ભારે વરસાદ અને એરપોર્ટ પર દ્રશ્યતા ઓછી હોવાના કારણે માત્ર વિદેશથી આવતી  ફ્લાઈટો  જ પ્રભાવીત નથી થઈ રહી, પરંતુ સ્થાનીક ઉડાનો પર પણ તેની અસર પડી રહી છે.

મોડી સાંજે ગો એર દિલ્હીથી મુંબઈ આવતી ફ્લાઈટ પણ ન ઉતરી શકી. આ ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. મુંબઈમાં વિમાન ન ઉતરી શકતા મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ઼્યો છે.


Loading...ઉલ્લેખનીય છે કે, ચોમાસાએ મુંબઈમાં મોડી સાંજે જ દસ્તક આપી દીધી છે. પૂણેમાં પણ રવિવારે રાત્રે ભારે વરસાદ થયો.
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...