મુંબઈઃ બે કિલો Gold સાથે મુસાફર ઝડપાયો, સોનું સંતાડવાની રીત જોઈ અધિકારીઓ પણ માથું ખંજવાળવા લાગ્યા
મુંબઈઃ બે કિલો Gold સાથે મુસાફર ઝડપાયો, સોનું સંતાડવાની રીત જોઈ અધિકારીઓ પણ માથું ખંજવાળવા લાગ્યા
સોનાની સ્મગલિંગની પ્રતિકાત્મક તસવીર
mumbai Gold smuggling:એર ઈન્ટેલિજન્સ યુનિટ (The Air Intelligence Unit)(AIU) એ આજે અબુ ધાબીથી મુંબઈ ઉતરેલી Ethiad Airwaysની ફ્લાઈટમાંથી લગભગ 2kg સોનું જપ્ત કર્યું છે. આ ઘટના સંદર્ભે એક મુસાફરની ધરપકડ (Arrest of the passenger) કરવામાં આવી છે.
મુંબઈ: એર ઈન્ટેલિજન્સ યુનિટ (The Air Intelligence Unit)(AIU) એ આજે અબુ ધાબીથી મુંબઈ ઉતરેલી ઈથીઅદ એરવે (Ethiad Airways)ની ફ્લાઈટમાંથી લગભગ 2kg સોનું જપ્ત કર્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભીની ધૂળના રૂપમાં(gold hidden as wet dust) દાણચોરી કરાયેલું સોનું, સેફ્ટી જેકેટની જગ્યાએ એરક્રાફ્ટની સીટ નીચે છુપાવવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા સોનાની કુલ કિંમત લગભગ 90 લાખ રૂપિયા છે.
આ ઘટના સંદર્ભે એક મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. “મુસાફરની તપાસ કરવામાં આવી અને તેની વ્યક્તિગત શોધના પરિણામે તેના પેન્ટમાં છુપાવેલું સોનું મળી આવ્યું. સોનું પેન્ટના બે સ્તરોની અંદર ચોંટાડવામાં આવ્યું હતું. અધિકારીઓએ આ મોડસ ઓપરેન્ડીને વિવિધ એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટો વચ્ચે માહિતીની આપ-લેના કારણે સફળતાપૂર્વક ઝડપી પડાયુ છે."
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનાની ધૂળને સફાઈ કર્મચારીઓ માટે એકત્રિત કરવા અને તેને વિમાનમાંથી બહાર લાવવા માટે સીટ નીચે છોડી દેવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, એર ઈન્ટેલિજન્સ યુનિટ (The Air Intelligence Unit) આ કેસના સંદર્ભમાં એરપોર્ટના કેટલાક કર્મચારીઓની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી છે. એક બીજી ઘટનામાં, AIU એ 24 ઓક્ટોબરના રોજ શારજાહથી આવેલા એક મુસાફરની ધરપકડ કરી હતી, જેમાં બે સ્કેટબોર્ડ્સના નટ્સ અને બોલ્ટ અને મેન્યુઅલ એર પંપના ફૂટમાં છુપાયેલા 566 ગ્રામ સોનાના ટુકડાઓની દાણચોરી ઝડપી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે વિદેશના વિવિધ દેશોમાંથી જ્યારે ભારતમાં આવવાનું થાય ત્યારે અનેક લોકો પોતાની સાથે સોનું લઈને આવતા હોય છે. પરંતુ એક મર્યાદા બહાર સોનું ભારતમાં લાવવા માટે લોકો કેટલાક કિમિયા અજમાવતા હોય છે. અને એરપોર્ટ ઉપર રહેલા અધિકારીઓને ચકમો આપતા હોય છે.
સોનું ઘૂસાડવા માટે લોકો અનેકવાર હદ પાર કરી જતાં હોય છે. પોતાના ગુપ્તાંગોમાં સંતાડીને પણ સોનું લાવવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. ગોલ્ડ સ્મગલરો સોનાની દાણચોરી કરવા માટે એક એકથી ચડિયાતા આઈડિયાઓ અપનાવતા હોય છે.
અને અધિકારીઓની નાક નીચેથી સોનું પસાર કરવા જતા હોય છે. પરંતુ અધિકારીઓ પણ એટલા જ સતર્ક હોય છે. જેથી આવા ભેજાબાજોને પકડી પાડતા હોય છે. અને લાખો કરોડો રૂપિયાનો સોનું વર્ષેદહાડે પકડતા હોય છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર