લગ્ન પહેલા જરૂરી બનશે HIV ટેસ્ટ, સરકાર બનાવવા જઈ રહી છે કાયદો

ગોવાના સ્વાસ્થ્ય અને કાયદા મંત્રી વિશ્વજીત રાણે (ફાઈલ ફોટો)

ગોવાના સ્વાસ્થ્ય અને કાયદા મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું કે, સરકાર વિવાહના રજીસ્ટ્રેશન પહેલા એચઆઈવી ટેસ્ટ ફરજીયાત કરવા પર વિચાર કરી રહી છે

 • Share this:
  ગોવાની બીજેપી સરકાર લગ્નને લઈ ટુંક સમયમાં એક કાયદો બનાવવા જઈ રહી છે. આ કાયદા હેઠળ લગ્ન પહેલા એચઆઈવી ટેસ્ટ કરાવવાનું ફરજીયાત બની શકે છે. ગોવાના સ્વાસ્થ્ય અને કાયદા મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું કે, સરકાર વિવાહના રજીસ્ટ્રેશન પહેલા એચઆઈવી ટેસ્ટ ફરજીયાત કરવા પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ પર કાયદા વિભાગની સલાહ પણ લેવામાં આવી રહી છે.

  ગોવાના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, હાલમાં તેના માટે પ્રયાસ ચાલુ છે. પ્રસ્તાવને કેટલાક વિભાગો પાસે મોકલી દેવામાં આવ્યો છે. વિચાર-વિમર્શ બાદ જ તેને આખરી ઓપ આપવામાં આવશે. જો વિભાગ મંજૂરી આપે છે તો, અમે વિધાનસભાના મોનસૂન સત્રમાં કાયદો બાનવીશું. મોનસૂન સત્ર 15 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે.

  સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, તે ઈચ્છે છે કે, આ કાયદાની સાથે જ લગ્ન પહેલા થેલિસીમીયાનો ટેસ્ટ પણ જરૂરી કરવામાં આવે. જેથી આ બીમારીથી પીડિત માતા-પિતાના બાળકને આ બીમારીથી દૂર રાખી શકાય. તેમણે કહ્યું કે, તે બંને કાયદાને એક સાથે લાગૂ કરાવવાના પક્ષમાં છે અને એ સંભવ પણ છે, કેમ કે, ગોવા પ્રગતિશીલ રાજ્ય છે.

  2006માં પણ થઈ હતી કોશિસ
  ગોવામાં લગ્ન પહેલા એચઆઈવી ટેસ્ટને લઈ કાયદો બનાવવાની વાત પહેલી વખત નથી થઈ રહી. આ પહેલા 2006માં તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી દયાનંદ નારવેકરે એક પ્રસ્તાવ મુક્યો હતો, જેમાં ગોવાના કેબિનેટે વિવાહ પહેલા એચઆઈવી ટેસ્ટને ફરજીયાત બનાવનારા કાયદાને મંજૂરી આપી હતી. જોકે, આ પૂરી રીતે લાગૂ કરી શકાયો ન હતો.
  Published by:kiran mehta
  First published: