ડેટિંગ એપ્સ (Dating apps) પર ફ્રેન્ડશીપ (Friendship) કરતા યુવકો માટે લાલબત્તી સમાન (alert) કિસ્સો સામે આવ્યો છે. ડેટિંગ એપ પરથી ફ્રેન્ડશીપ કરી અને યુવતી સાથે વીડિયો કૉલ (Video) કરવો યુવકને ભારે પડ્યો છે. એક 22 વર્ષનો છોકરો મુંબઇની યુવતીના પ્રેમમાં ફસાઈ ગયો હતો. યુવતી હવે તેને ધમકી આપીને બ્લેકમેલ કરી રહી છે. બંને એક ઓનલાઇન ડેટિંગ એપ્લિકેશન પર મળ્યા હતા. આ મુલાકાતને ફક્ત 15 દિવસ થયા છે. છોકરાની ફરિયાદના આધારે પોલીસ આ મામલે તપાસ કરી રહી
મધ્યમ પ્રદેશના ગ્વાલિયરની આ ચકચારી ઘટનાની વિગતો એવી છે કે કરિયાણાના વેપારીના એક દીકરાએ મિત્રોના કહેવાથી ડેટિંગ એપ ડાઉલૉડ કરી હતી. ત્યારે તેની પ્રોફાઇલમાં મુંબઈની એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી. યુવકે તેની સાથે તાત્કાલિક મિત્રતા કરી લીધી અને બાદમાં ચેટિંગ શરૂ કરી દીધી હતી.
છોકરાએ કહ્યું કે પહેલા બે-ત્રણ દિવસ બધું બરાબર ચાલ્યું હતું, પરંતુ તે પછી છોકરીએ અભદ્ર ચેટ કરવાનું શરૂ કર્યું. તેમની વચ્ચે આવી ચેટિંગ ચાલુ રહી. 5 દિવસ પહેલા છોકરીએ છોકરાને વીડિયો ક કૉલ કર્યો હતો. બંને વચ્ચે 2 મિનિટની વાત થઈ હતી. યુવતીએ ફોન પર જ વસ્ત્રો ઉતારવાનો પ્રયાસ કર્યો અને અંગ પ્રદર્શન કર્યું હતું. જ્યારે તેણે છોકરાને પણ આવું કરવાનું કહ્યું ત્યારે તેણે ના પાડી હતી.
છોકરાએ પોલીસને કહ્યું કે બીજા જ દિવસે તેનો ફોન આવ્યો. તેના પર કોઈએ કહ્યું કે તે દિલ્હી ક્રાઈમ બ્રાંચ સાથે વાત કરી રહ્યો છે. તેને કહેવામાં આવ્યું કે યુવતીએ તેની વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેણે યુવતી સાથે અશ્લીલ વીડિયો કોલ કર્યો છે. છોકરાએ કહ્યું કે આ સાંભળીને તે ડરી ગયો. યુવતી દ્વારા બતાવેલ વીડિયો એડિટ કરવામાં આવ્યો હતો. પીડિત છોકરાએ કહ્યું કે તેને સતત ધમકીભર્યા કોલ આવે છે. લોકો તેને બદનામ કરવાની વાત કરી રહ્યા છે.
" isDesktop="true" id="1110880" >
ધમકાવનારાઓએ કહ્યું છે કે જો તમે 20 હજાર રૂપિયા આપો તો મામલો થાળે પડી જશે. જ્યારે આ અંગે છોકરો ખૂબ ડરી ગયો, ત્યારે તેણે આ વાત તેના પિતાને કહી. પિતા તેને એસપી પાસે લઇ ગયા અને ફરિયાદ કરી. પોલીસ કહે છે કે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલે છેક સુધી તપાસ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર