Home /News /national-international /મેરેજ એનિવર્સરી પર પતિએ વિશ ન કર્યું તો, પત્નીએ પતિ અને સાસુને ધોકો લઈને ઢીબી નાખ્યા
મેરેજ એનિવર્સરી પર પતિએ વિશ ન કર્યું તો, પત્નીએ પતિ અને સાસુને ધોકો લઈને ઢીબી નાખ્યા
પ્રતિકાત્મક તસવીર
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, મહિલાએ પોતાના ભાઈ અને મા-બાપને ફોન કરીને સાસરિયામાં બોલાવ્યા અને કહ્યું કે તેના પતિએ મેરેજ એનિવર્સરી વિશ કરી નથી. ત્યાર બાદ મહિલાના સંબંધીઓ એટલા ગુસ્સે થઈ ગયા કે, ચારેય જણાયે મળીને પતિ અને સાસુ સાથે મારામારી કરી હતી. મારપીટ બાદ વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
મુંબઈ: ઘાટકોપરમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સે પોતાની પત્નીને મેરેજ એનિવર્સરી પર વિશ ન કર્યું તો, એટલી ગુસ્સે થઈ ગઈ કે, તેણે પોતાના પિતા અને ભાઈ સાથે મળીને પતિ અને સાસુને ધોકાવી નાખ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. જે બાદ ઘાટકોપર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, મહિલાએ પોતાનાઈ ભાઈ અને મા-બાપને ફોન કરીને સાસરિયામાં બોલાવ્યા અને કહ્યું કે તેના પતિએ મેરેજ એનિવર્સરી વિશ કરી નથી. ત્યાર બાદ મહિલાના સંબંધીઓ એટલા ગુસ્સે થઈ ગયા કે, ચારેય જણાયે મળીને પતિ અને સાસુ સાથે મારામારી કરી હતી. મારપીટ બાદ વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ચારેય વિરુદ્ધ પ્રતાડિત કરવાનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. તેમને નોટિસ આપવામાં આવી છે અને તપાસ બાદ કાર્યવાહી થશે. પોલીસે જણાવ્યું કે, 32 વર્ષના વિશાલ નાગંગરે એક કુરિયર કંપનીમાં ડ્રાઈવરનું કામ કરે છે. તેની પત્ની કલ્પના એક ફુડ આઉટલેટમાં કામ કરે છે. બંને જ ગોવાંડીના બેંગનવાડીમાં રહે છે. 2018માં બંનેના લગ્ન થયા હતા.
નાંગરેએ જણાવ્યું છે કે, 18 ફેબ્રુઆરી તેમની પત્ની નારાજ થઈ ગઈ હતી. લગ્નની વર્ષગાંઠ પર શુભકામના ન આપવાના કારણે ઝઘડો થયો હતો. ત્યાર બાદ સાંજના સમયે કલ્પના કામ પરથી પાછી આવી અને પતિ અને સાસુને ગાળો આપવા લાગી. તેણે કહ્યું કે, તે હવે આ લોકો સાથે રહેવા નથી માગતી અને પોલીસ ફરિયાદ નોંધાવશે. ઝઘડો શરુ થયો તો, તેણે ફોન કરીને પિયર પક્ષના લોકોને બોલાવી દીધા. ત્યાર બાદ નાંગરેની બાઈક પણ તોડી નાખી.
પોલીસે જણાવ્યું કે, ઝઘડો વધી ગયો તો, કલ્પનાએ પોતાની સાસુને તમાચો મારી દીધો. ત્યાર બાદ વિવાદ વધી ગયો. નાંગરે અને તેની માતા રાજાવાડી હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાર બાદ મેડિકલ રિપોર્ટ લઈને પોલીસ સાથે ફરિયાદ કરવા પહોંચ્યા. ફરિયાદમાં દાવો કર્યો છે કે, નાંગરેની પત્નીના ભાઈ અને મા-બાપે મળીને અમને માર્યા. પત્નીના ભાઈએ હાથ અને ચહેરા પર દાંત વડે બચકા ભર્યા. ફરિયાદીના આધાર પર આઈપીસીની કલમ 323, 324, 327, 504 અને 506 ફરિયાદ નોંધી લેવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર