Home /News /national-international /મુંબઈનો ગેટવે ઑફ ઈન્ડિયા જોખમમાં! પાયાથી લઈને દિવાલોમાં તિરાડો પડી, મહારાષ્ટ્ર સરકાર પર બેદરકારીનો આરોપ

મુંબઈનો ગેટવે ઑફ ઈન્ડિયા જોખમમાં! પાયાથી લઈને દિવાલોમાં તિરાડો પડી, મહારાષ્ટ્ર સરકાર પર બેદરકારીનો આરોપ

આ ઐતિહાસિક ધરોહરની સુરક્ષાની જવાબદારી મહારાષ્ટ્ર સરકારની છે. આવામાં સરકાર પર તેની અનદેખી કરવાનો આરોપ લાગી રહ્યો છે. (ફાઇલ ફોટો)

આ ઐતિહાસિક ધરોહરની સુરક્ષાની જવાબદારી મહારાષ્ટ્ર સરકારની છે. આવામાં સરકાર પર તેની અનદેખી કરવાનો આરોપ લાગી રહ્યો છે. જોકે મહારાષ્ટ્ર સરકારના સંસ્કૃતિ મંત્રી સુધીર મુનગાંટીવારે આશ્વાસન આપ્યું છે કે ગેટવે ઓફ ઇન્ડિયાના સમારકામ માટે લગભગ 8 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
મુંબઈ: મુંબઈમાં દરિયા કિનારે સ્થિત ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયા પર જોખમ મંડરાઇ રહ્યું છે. ખરેખરમાં મહારાષ્ટ્ર પુરાતત્વ વિભાગ દ્વારા લગભગ 100 વર્ષ જૂના આ હેરિટેજનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર ગેટવે ઓફ ઈન્ડિયાના પાયાથી ઉપરના સ્ટ્રક્ચર સુધી તિરાડો પડી ગઈ છે. રિપોર્ટમાં આ તિરાડોના કારણે સમગ્ર માળખું નબળું પડવાની ચેતવણી આપવામાં આવી હતી. આ સાથે વિભાગે મહારાષ્ટ્ર સરકારને આ ઐતિહાસિક ધરોહરનું સમારકામ કરવા વિનંતી કરી છે.

રાજ્ય પુરાતત્વ વિભાગના અહેવાલ મુજબ ગેટવે ઓફ ઈન્ડિયાના પાયા અને દિવાલોમાં તિરાડો આવી રહી છે. જેના કારણે બિલ્ડીંગ નબળી પડી રહી છે, જેને ઠીક કરવાની જરૂર છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ઈમારતમાં તિરાડોની સાથે સાથે ઘણી જગ્યાએ પથ્થરો પણ પોતાની જગ્યાએથી ખસવા લાગ્યા છે, જેના કારણે ઈમારત પડી જવાનો ખતરો વધી રહ્યો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે થોડા વર્ષો પહેલા દરિયામાં આવેલા તોફાનના કારણે ગેટવે ઓફ ઈન્ડિયા પાસેની દિવાલ સમુદ્રના થપાટના કારણે તૂટી ગઈ હતી, ત્યારથી તેના પર ખતરાની ઘંટડી વાગી હતી.

આ પણ વાંચો: સ્વાતિ માલીવાલનો સનસનીખેજ ખુલાસો, મારા પિતાએ જ મારૂં યૌન શોષણ કર્યું

મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું - ખુબ જ જલ્દી ગેટવે ઓફ ઇન્ડિયાનું સમારકામ કરાશે

આ ઐતિહાસિક ધરોહરની સુરક્ષાની જવાબદારી મહારાષ્ટ્ર સરકારની છે. આવામાં સરકાર પર તેની અનદેખી કરવાનો આરોપ લાગી રહ્યો છે. જોકે મહારાષ્ટ્ર સરકારના સંસ્કૃતિ મંત્રી સુધીર મુનગાંટીવારે આશ્વાસન આપ્યું છે કે ગેટવે ઓફ ઇન્ડિયાના સમારકામ માટે લગભગ 8 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.ખુબ જ જલ્દી આ રકમ પાસ થઇ જશે અને ઝરઝર થયેલી આ ઐતિહાસિક ઇમારતને ટીક કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, મુંબઇ (ત્યારે બંબઇ)માં દરિયા કિનારે સ્થિત ગેટવે ઓફ ઇન્ડિયા વર્ષ 1924માં બનીને તૈયાર થયો હતો. જણાવવામાં આવે છે કે, કિંગ જોર્જ પંચમના આગમનની યાદમાં તેને બનાવવામાં આવ્યો હતો. કિંગ જોર્જ પંચમે ભારત યાત્રા દરમિયાન સૌથી પહેલા આ સ્થાનેથી જ પ્રવેશ કર્યો હતો. ત્યાં જ અંગ્રેજોની અંતિમ ટૂકડી પણ ભારતને છોડીને આ જ ગેટવે ઓફ ઇન્ડિયાથી પરત ગઇ હતી અને ભારત બ્રિટિશ હુકૂમતથી આઝાદ થયુ હતું. હવે જોવાનું એ રહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર તરફથી તેનું સમારકામ ક્યારે શરૂ કરવામાં આવે છે.
First published:

Tags: Maharashtra, Maharashtra Government, Mumbai News