મુંબઈમાં 5 માળના બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી, કાટમાળમાં 10 વર્ષની બાળકી ફસાઈ

News18 Gujarati
Updated: September 24, 2019, 3:51 PM IST
મુંબઈમાં 5 માળના બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી, કાટમાળમાં 10 વર્ષની બાળકી ફસાઈ
મુંબઈમાં 5 માળની બિંલ્ડીંગ ધરાશાયી

મુંબઈના પોશ વિસ્તાર ખારમાં પાંચ માળની બિલ્ડિંગનો કેટલોક ભાગ બપોરે લગભગ બે વાગ્યે ધરાશાયી થયો છે.

  • Share this:
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પાંચ માળના બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે, જેમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળતા જ રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. જાણકારી અનુસાર, આ દુર્ઘટના શહેરના ખાર વિસ્તારમાં બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના પોશ વિસ્તાર ખારમાં પાંચ માળની બિલ્ડીંગનો કેટલોક ભાગ બપોરે લગભગ બે વાગ્યે ધરાશાયી થયો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, બિલ્ડીંગમાં લિફ્ટ અને સીડી તરફનો ભાગ પડી ગયો છે. ઘટના સ્થળની આસપાસ રહેલા લોકોએ જણાવ્યું કે, બેસમેન્ટમાં કેટલાક લોકો હતા. જ્યાં લિફ્ટ ઓપરેટ થાય છે, ત્યાં પણ લોકો હતા. જોકે, હજુ સુધી એ સમાચાર નથી સામે આવ્યા કે, કાટમાળ નીચે કેટલા લોકો દબાયા છે.

સૂત્રો અનુસાર, કાટમાળમાં એક 10 વર્ષની બાળકી ફસાઈ હોવાની વાત સામે આવી રહી છે. એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. સાથે ટ્રેંડ શોધક ડોગની પણ મદદ લેવામાં આવી રહી છે.

ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે, અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. બીએમસીના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે. પ્રશાસનની પ્રથમ પ્રાથમિકતા લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવાની છે. 
First published: September 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading