મુંબઈ . શનિવારે સવારે મુંબઈ (Mumbai Fire)ના તાડદેવ ખાતે બહુમાળી ઇમારત (Kamala building)માં આગ લાગી હતી. આ અકસ્માત (Fire Incident)માં 7 લોકોનાં મોત થયા હોવાની માહિતી મળી છે. આ દરમિયાન 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ 15 ઘાયલો સારવાર હેઠળ છે. તે લેવલ 4 એટલે કે ભીષણ આગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ આગ પર કાબૂ મેળવવા માટે 24 જેટલા ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ ઉપરાંત 5 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે છે. ફાયરના માણસો સતત આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તાડદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ પાસે કમલા સોસાયટી નામની 20 માળની ઇમારતમાં સવારે 7:30 વાગ્યે આગ લાગી હોવાની માહિતી મળી છે. અત્યાર સુધીમાં 19 લોકોને બિલ્ડિંગમાંથી બચાવી લેવામાં આવ્યા છે જે ભીષણ આગથી ત્રાટકી હતી. 4 લોકોને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ભાટિયા હોસ્પિટલમાં દાખલ 15માંથી 3ની હાલત અત્યંત ગંભીર છે. દરમિયાન અન્ય 12 લોકોને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં રહેતા એક પરિવારે અહેવાલ આપ્યો હતો કે 19માં માળે આગ લાગી હોવાનો અંદાજ ત્યારે આવ્યો જ્યારે તેઓએ ડાક્ટ ખોલી. પરિવારે જણાવ્યું કે ડાક્ટ ખરાબ રીતે તપી રહ્યું હતું અને તેને ખોલ્યા બાદ જ શોર્ટ સર્કિટ અને ધમાકા થવા લાગ્યા.
ભાષામાં પ્રકાશિત અહેવાલ મુજબ મહાનગરમાં 61 માળની રહેણાંક ઇમારતના 19મા માળે આગ લાગવાથી એક સિક્યોરિટી ગાર્ડ એક ફ્લેટમાંથી નીચે પડી ગયો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ માહિતી ફાયર વિભાગના એક અધિકારીએ આપી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પડી જતા પહેલા એક વ્યક્તિ બાલ્કનીમાં લટકતો જોઇ શકાય છે.
દરમિયાન ફાયર બ્રિગેડે બિલ્ડિંગમાં ફસાયેલા 16 લોકોને બચાવ્યા છે. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગ 19મા માળેથી 20મા માળે પહોંચી હતી અને લગભગ પાંચ કલાકના પ્રયત્નો પછી તેને કાબૂમાં લાવવામાં આવી હતી. આગને કાબૂમાં લેવા માટે 16 ફાયર ટેન્ડર, નવ પાણીના ટેન્કર અને બે સીડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર