Mumbai Fire: મુંબઈની 60 માળની બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ વ્યક્તિ 19માં માળેથી પટકાયો, જુઓ Live Video

60 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી.

Mumbai Fire: 19મા માળેથી વ્યક્તિના પડવાન ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
    મુંબઈ: શહેરના (Mumbai) કરી રોડ વિસ્તાર પર આવેલા અવિદ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં આજે શુક્રવારે આગ (fire) લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડે (Mumbai fire brigade) માહિતી આપી હતી કે, આગ બપોરે 12 વાગ્યાની આસપાસ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તનુ 19મા માળેથી નીચે કૂદતા મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના 60 માળના એપાર્ટમેન્ટના 19મા માળે બની છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

    મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં બહુમાળી ઇમારત અવિદ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં શુક્રવારે બપોરે 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા લોકો બિલ્ડિંગમાં ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.



    30 વર્ષના યુવાનનું થયુ મોત

    મુંબઈ ફાયર વિભાગે માહિતી આપી છે કે, ભીષણ આગ જોઈ 30 વર્ષના અરુણ તિવારી નામનો યુવક બાલ્કનીમાંથી લટક્યો હતો. બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. અરુણના નીચે પડવાનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

    એક માળ પર લાગેલી આગ અન્ય માળે પણ ફેલાઇ

    ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગના સભ્યો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 19માં માળે શરૂ થયેલી આગ હવે બિલ્ડિંગના અન્ય માળમાં પણ ફેલાઈ ગઈ છે. 20 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે.



    પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિ સુરક્ષા ગાર્ડ હતો. મેયર પેડનેકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે માહિતી આપી હતી કે, ઇજાગ્રસ્તને સારવાર માટે કેઇએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published: