મુંબઇ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના નાગપાડા વિસ્તારમાં એક શોપિંગ મોલ (Shopping Mall Fire)માં ભીષણ આગ લાગી હતી. આ કારણે બાજુના જે રહેણાંક વિસ્તારો છે તેને પણ ખાલી કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં આગ લાગ્યા પછી આજુબાજુની બિલ્ડિંગમાંથી 3500 લોકોને સાવચેતીના પગલા રૂપે બહાર નિકાળવામાં આવ્યા છે. અને હજી પણ આગ પરથી કાબુ નથી મેળવી શકાયો. તમને જણાવી દઇએ કે ગુરુવારે મોડી રાતે આ ભીષણ આગ લાગી હતી. જેની પર આજ સવાર સુધીમાં કાબુ નથી મેળવી શકાયો. એટલું જ નહીં આ આખી ઘટવામાં બે ફાયર ફાઇટર અધિકારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. અને આ મોલમાં આગ કયા કારણે લાગે તે વિષે પણ હજી નથી જાણી શકાયું.
ફાયર ફાઇટરે જણાવ્યું કે જ્યાં આગ લાગી છે તેની પાસે જ 55 માળનો એક રહેણાક વિસ્તાર પર આવ્યો છે. જે મોલની ખૂબ જ પાસે છે. માટે સુરક્ષા અને સલામતીના કારણોથી આ બિલ્ડિંગની પણ ખાલી કરવામાં આવી છે.
#UPDATE: Two fire personnel injured during the firefighting operation at a mall in Mumbai's Nagpada area. https://t.co/K8Suf4ZQq8
ઉલ્લેખનીય છે કે મોડી રાતે આગ લાગવાના કારણે ઓછી જાનહાનિ થવાની આશંકા સેવાઇ રહી છે. પણ સાથે જ મોડી રાતથી અત્યાર સુધી આગને કાબુમાં લાવવા માટે ફાયર બ્રિગ્રેડના અધિકારીઓને મોટી મુશ્કેલી થઇ રહી છે. ત્યારે હવે આગ કાબુમાં આવ્યા પછી જ જાણી શકાશે કે કયા કારણો સહ આ શોપિંગ મોલમાં મોડી રાતે આગ લાગી હતી. સાથે જ મોલમાં કેટલો જાન માલનું નુક્શાન થયું છે તે પણ આગ કાબુમાં આવ્યા પછી જ જાણી શકાશે. હાલ તો ફાયર બ્રિગ્રેડની પ્રથમ પ્રાથમિકતા આ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારને ખાલી કરાવીને આગ પર કાબુ મેળવવાનો છે.
" isDesktop="true" id="1038590" >
નોંધનીય છે કે કોવિડના કારણે પહેલા જ મુંબઇવાસીઓ અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. કોરોના કાળમાં હજી પણ મુંબઇની ગીચ વસ્તીના કારણે નંબરો વધી રહ્યા છે. તેવામાં તહેવારની આ સીઝન અને તે પછી ઠંડીની ઋતુ શરૂ થયા કોરોનાના નંબર ના વધે તે માટે અહીં તંત્ર વિવિધ પગલા લઇ રહી છે. અને લોકોને પણ વિવિધ માધ્યમો દ્વારા આ મામલે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર