મુંબઈ: ગોરગાંવમાં લાગેલી ભીષણ આગ ધર્મા પ્રોડક્શનના ગોડાઉન સુધી પ્રસરી

News18 Gujarati
Updated: April 30, 2019, 8:02 AM IST
મુંબઈ: ગોરગાંવમાં લાગેલી ભીષણ આગ ધર્મા પ્રોડક્શનના ગોડાઉન સુધી પ્રસરી
મુંબઈના ગોરેગાંવમાં આવેલા કામા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેલમાં લાગી ભીષણ આગ

ગોરેગાંવના કામા ઓદ્યોગિક વિસ્તારમાં લાગી આગ, 12 ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે

  • Share this:
મુંબઈના ગોરગાંવમાં આવેલા કામા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેલમાં મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યે ભીષણ આગ લાગી જેના કારણે આસપાસના વિસ્તારમાં ભાગદોડ થઈ ગઈ. માહિતી મળતાં જ 12 ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આગ કેમ લાગી, પરંતુ આ આગ ઘણી ભીષણ છે જે ખૂબ ઝડપથ‍ી વિસ્તારમાં ફેલાઈ છે. જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર કરણ જૌહરના ધર્મા પ્રોડક્શનનું ગોડાઉન પણ કામા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેલમાં આવેલું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આગ ત્યાં સુધી ફેલાઈ ગઈ છે.

આગ લાગી ત્યારે લોકો લોકો સૂઈ રહ્યા હતા. ધૂમાડો જોઈને લોકોમાં ભાગદોડ થઈ ગઈ. લોકોએ તેની માહિતી ફાયર બ્રિગેડની આપી. સૂચના પર તાત્કાલીક પહોંચીને ફાયર વિભાગની ગાડીઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા. આગ બૂઝાવવામાં સ્થાનિક લોકો પણ મદદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કામા ઓદ્યોગિક વિસ્તારમાં અનેક ફેક્ટરીઓ આવેલી છે.

મુંબઈમાં જ આગ લાગવાની બીજી ઘટના માટુંગા વિસ્તારમાં બની છે. માટુંગાના ગીચ વિસ્તારમાં સ્થિત શોપિંગ કોમ્પલેક્સમાં આગ લાગી ગઈ છે. આગના કારણે અહીં સ્થિત બિગ બજાર પણ તેની ઝપેટમાં આવી ગયું. અહીં પણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
First published: April 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading