મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ને શિવસેના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારોબારી બેઠકમાં કેટલીક દરખાસ્તો પસાર કરવામાં આવી છે. જેમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાનો પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો આપવા અને સ્થાનિક ભૂમિપુત્રોને નોકરીમાં 80 ટકા અનામત આપવા માટે પણ જણાવવામાં આવ્યું છે. તો ચર્ચગેટ રેલવે સ્ટેશનને ચિંતામન રાવ દેશમુખનું નામ આપવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. આ સાથે જ પાર્ટીના વિરોધમાં કામ કરનારા લોકો પર કાર્યવાહી કરવા માટે 3 લોકોની સમિતી બનાવવામાં આવશે. દાદા ભૂસે તેના અધ્યક્ષ હશે.
આવતીકાલે સુપ્રીમમાં સુનાવણી
સુપ્રીમ કોર્ટ બુધવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપવા અને પક્ષનું નામ અને 'ધનુષ્ય'નું ચિહ્ન ફાળવવાના ભારતના ચૂંટણી પંચ (ECI)ના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચ હાલમાં શિવસેનામાં વિભાજનને કારણે મહારાષ્ટ્રમાં રાજકીય પતનને લગતી અરજીઓની યોગ્યતાઓ પર સુનાવણી કરી રહી છે.
આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદો અને શિવસેનાના અન્ય નેતાઓએ હાજરી આપી હતી. તેઓ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી સાથે અલગ થયા બાદ શિંદે સાથે કામ કરી રહ્યા છે. શિંદેએ સોમવારે કહ્યુ હતુ કે, મૂળ શિવસેના પર ચૂંટણી પંચના નિર્ણય પછી કોઈપણ પક્ષની સંપત્તિ પર કોઈ દાવો કરવામાં આવશે નહીં. કારણ કે અમે બાળાસાહેબ ઠાકરેની વિચારધારાના અનુગામી છીએ અને અમને કોઈ લોભ નથી. તેમણે કહ્યુ હતુ કે, ‘મને શિવસેનાની સંપત્તિ કે પૈસાનો કોઈ લોભ નથી. હું એવી વ્યક્તિ છું જેણે હંમેશા બીજાને કંઈક આપ્યું છે.’
એકનાથ શિંદે મુખ્ય નેતા હશે, શિવસેના અધ્યક્ષ પદ નહીં હોય
મુખ્યમંત્રી એકનાથ શિંદેને પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં શિવસેનાના મુખ્યનેતા નક્કી કરવામાં આવ્યા છે. બેઠકમાં શિવસેનાના નેતાઓએ સર્વસંમતિથી મુખ્યમંત્રી શિંદેને નિર્ણય લેવા માટે તમામ અધિકારો આપ્યા અને તેમને મુખ્યનેતા કહેવામાં આવશે. જો શિવસેના તરફથી વ્હિપ જાહેર કરવામાં આવશે તો આ પાર્ટીમાં તમામ લોકો પર લાગૂ થશે અને પાલન ન કરવા મામલે કાર્યવાહી કરવામાં આવશે. શિવસેના અધ્યક્ષ પદ હવે જાહેર નહીં થાય, કારણ કે ચૂંટણી આયોગે તેને અલોકતાંત્રિક ગણાવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર