ન્યૂઝ 18 ગુજરાતી: જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કરાવીને દેશના 40 જવાનોને શહીદ કરનાર આતંકવાદી સંસ્થા જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરનું પૂતળુ આજે દેશની એક હોળીમાં દહન કરાશે. આજે સમગ્ર દેશમાં જ્યારે હર્ષોલ્લાસથી હોળીની ઉજવણી થશે ત્યારે મુંબઈના વરલી વિસ્તારમાં હોળી સાથે મસૂદ અઝહર અને PUBGનું પૂતળા બાળવામાં આવશે.
સમાચાર સંસ્થા ANIના અહેવાલ મુજબ, મુંબઈના વરલી વિસ્તારના રહીશોએ બે અલગ અલગ પૂતળા તૈયાર કર્યા છે. દેશમાં આતંકવાદ વિરુદ્ધ જ્યારે લોકજુવાળ ફાટી નીકળ્યો છે, ત્યારે મસૂદ અઝહરને હોળી સાથે દહન કરી અને વરલી વાસીઓ આસુરી શક્તિ સામે વિજયના મંડાણ કરવાનો સંકલ્પ લેશે.
વરલીમાં મસૂદ અઝહરની સાથે હોળીમાં દેશમાં ખુબજ પ્રખ્યાત એવી ઓનલાઇન મોબાઇલ ગેમ PUBGનું પૂતળુ પણ બાળવામાં આવશે. આ ગેમના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા હોવાની દૂરંદેશીના લીધે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા, નવસારી, મહિસાગર જિલ્લામાં PUBG પર અત્યાર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Mumbai: 'Holika Dahan' effigy of Jaish-e-Mohammed's Masood Azhar and an effigy depicting PUBG, in Worli, ahead of #Holi . pic.twitter.com/UINHOchp9C
ઉલ્લેખની છે કે મુંબઈકર ગણેશ ઉત્સવમાં પ્રવર્તમાન વિષયોને ગણેશ પંડાલો સુધી લાવી અને લોક જાગૃતિ લાવવા માટે હંમેશા આગળપડતા રહ્યાં છે, ત્યારે હોળીમાં આ પ્રકારનો પ્રયોગ કરીને મુંબઈના રહેવાસીઓએ ફરી એક વાર સામાજિક દૂષણોને તહેવારો સાથે જોડવાનો શ્રેય લીધો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર